Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

૪ વર્ષની બાળા સાથે અડપલા કરવા અંગે ખંભાળીયા કોર્ટ દ્વારા આરોપીને ૪ વર્ષની સજા

ખંભાળીયા, તા. ૪ : ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી, શારીરીક અડપલા કરનાર આરોપીને ચાર વર્ષની સખ્ત કેદની સજા ખંભાળીયા પોકસો કોર્ટે ફરમાવેલ છે.

દ્વારકા મુકામે ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતો રામભા ઉર્ફે બોખલી સોમાભા માણેકના ઘર પાસે રહેતા અનુ.જાતિના પરિવારની માત્ર ચાર વર્ષની માસુમ દિકરી નાના છોકરાઓ સાથે તા. ૩૦-૧૦-૧૪ના બપોરના અરસામાં રમતી હોય, આ બાળકીને ભાગ લઇ આપવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે હાથ પકડી અપહરણ કરી ઘરમાં લઇ જઇ બારણાબંધ કરી બાળકીના શીર સાથે અડપલા કરવા લાગેલ જેની બાળકીના પિતાને ખબર પડતા દરવાજો ખોલાવેલ અને પુત્રી સબંધે પૂછતા રામભા ઉશ્કેરાઇ ગયેલ જે બનાવની ફરીયાદ તે જ દિવસે ફરીયાદીએ દ્વારકા પો.સ્ટે.માં નોંધાવતા પોલીસે જરૂરી પંચનામાઓ કરી, નિવેદનો નોંધાવતા પોલીસે જરૂરી પંચનામાઓ કરી, નિવેદનો નોંધી, બાળકીની મેડીકલ તપાસણી કરાવી કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.

સરકાર તરફે પબ્લીક પ્રોસીકયુટર કિશોર ડી. વડગામાએ કુલ ૩૩ દસ્તાવેજો રજૂ કરી ર૪ સાહેદોને તપાસેલ અને અદાલતમાં રજૂઆત કરેલ કે આરોપી ૩૧ વર્ષનો છે જયારે ભોગ બનનાર માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી છે. તેણીએ જાતેથી અદાલતમાં પુરાવો આપી આરોપીએ પોતાની સાથે શું કૃત્ય કરેલ છે તે જણાવેલ છે. મેડીકલ પુરાવા ઉપરથી પણ ભોગ બનનાર સામે અડપલા થવાનું સાબીત થાય છે.

આ તમામ દલીલો સાથે સંમત થઇ ખંભાળીયા પોકસો અદાલતના સ્પે.જજશ્રી એસ.એન. સોલંકીએ આરોપી રામભા સોમભા માણેકને તકસીરવાન ઠરાવી પોકસોની કલમ-૮માં વર્ષની સખ્ત કેદ અને રૂ. ૩૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા, ઇ.પી.કો. કલમ ૩૬૩માં ર વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ર૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ ર માસની સજા, ૩૬૬ના ગુન્હામાં ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૩૦૦૦ દંડ, જો ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા અને કલમ ૩૪ર ના ગુન્હામાં એક વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧૦૦૦ દંડ જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો. (૮.૪)

(9:44 am IST)