Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રિલાયન્સના પ્રતિબંધીત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરનાર બિહારી શખ્સને પોલીસે ઝડપી પાડયો : ૩ સામે ફરિયાદ

જામનગર તા. ૪  :  અહીં પટેલ કોલોની શેરી નં. ૯ માં રહેતા અને રિલાયન્સમાં ફરજ બજાવતા અનીલ કેશવજીભાઈ વરણ ઉ.વ. ૩ર એ મેઘપર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ ઓવેશ અહમદ રહે. બિહાર, અઝરૂદીન સીદીકી રહે. એલ.સી.૮ કોલોની રૂમ નં. ૩૮–૮ કાનાલુસ, મુખ્તારખાન જહીરઆલમખાન રહે. કાનાલુસવાળાઓમાંથી ઓવેશે આરોપી મુખ્તારખાન પાસેથી બીજાનો ગેઈટપાસ લઈ કાનાલુસ રીલાયન્સ એલ.સી.૮ મેઈન ગેઈટથી કોઈપણ કારણસર પ્રતિબંધીત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરાવી આરોપી મુખ્તારખાનના રૂમમાં રાખી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

ત્રણ શખ્સોએ માર માર્યો

અહીં વ્હોરાના હજીરા પાસે રહેતા ઈમ્તીયાઝ સુલતાનભાઈ પઠાણ ઉ.વ. ૪ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, થોડા સમય પહેલા ખાંડ બજારમાં ચોકીદાર ખેંગાર મારાજ સાથે બોલાચાલી થયેલ જેનો આર રાખી  વ્હોરાના હજીરા પાસે ત્રણ અજાણ્યા ઈસમોએ લાકડી, ધોકા વડે ફરીયાદીને માર મારી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

અલીયા ગામે જુની અદાવતના કારણે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

અલીયા ગામે મેમણ જમાતખાના પાસે રહેતા અસ્લમ અમીનભાઈ ડોસાણી ઉ.વ. ૧૭ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, અત્રીરાજસિંહ હરદેવસિંહ સાથે પાનના ગલે અગાઉ બોલાચાલી થયેલ હોય તેનું મનદુઃખ રાખી મેમણ જમાત ખાના પાસે આરોપી અત્રીરાજસિંહ અને તેના બે મિત્રોએ ફરીયાદીને માથાના પાછળના ભાગે લાકડાના ધોકા વડે માર મારી ફેકચર કરી છરી વડે ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગૂન્હો કરેલ છે.

ગરાસયા યુવકે ગળેફાંસો ખાધો

અહીં સરલાબેન ત્રિવેદી આવાસમાં પાંચમાં માળે રહેતી કલ્પનાબા નિર્મળસિંહ જાડેજા ઉ.વ. ૪૦ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તેણીના પતિ નિર્મળસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૩પએ કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.

(3:42 pm IST)