Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જામનગર ભાજપમાં ભૂકંપ :આહીર સમાજના પ્રમુખ -પૂર્વ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન કરશનભાઇ કરમુરનું ભાજપમાંથી રાજીનામુ !! : નવા જુનીના એંધાણ

જામનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતા કેટ્લીક જગ્યાએ નારાજગીના સુર ઉઠ્યા છે દરમિયાન જાણવા મળ્યા મુજબ જામનગર ભાજપમાં ભડકો થયો છે, જામનગર આહીર સમાજના પ્રમુખ -પૂર્વ ડેપ્યુટી,  મેયર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  એવા ભાજપના દિગ્ગ્જ નેતા કરશનભાઇ કરમુરનું ભાજપમાંથી રાજીનામુ આપ્યું હોવાનું વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળે છે 

ભાજપના સિનિયર નેતાના રાજીનામાથી આગામી દિવસોમાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે 

(10:29 pm IST)