Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમરેલીનાં બાબરપરા નજીક અજાણ્યા સાધુની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૪: ખાંભા તાલુકાના બાબરપરા ગામ નજીક ભુલવડી નદીના કાંઠે ખાખરાના ઝાડ ઉપર કોઇ અજાણ્યા આશરે ૫૫ વર્ષની ઉંમરના સાધુ પુરૂષની ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતી લાશ જોવા મળતા વન વિભાગના કર્મચારી પહેલા ગળાફાંસો ખાધેલ હોવાથી લાશ કોહવાઇ ગયેલી હાલમાં હોવાથી ભાવનગર સરકારી દવાખાને પીએમ માટે ખસેડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

ઇજા

રાજુલાના હિંમતભાઇ નાનજીભાઇ હડીયા (ઉવ. ૪૭) પોતાનું બાઇ જી.જે. ૧૪એ.એફ૭૨૩૧ લઇને જતા હતા. ત્યારે જુનીબા પટોણી નજીક પુર ઝડપે અને બેફીકરાઇથી બાઇક ચલાવતા રસ્તામાં કુતરૂ આડુ પડતા બાઇક ઉપરથી પડી જતા હાથમાં ફેકચર જેવી ઇજા થયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અપહરણ

લાઠી તાલુકાના જરખીયા ગામે રહેતી સગીરાને લલચાવી ફોસલાવી બદઇરાદે બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામનો ગોપાલ રમેશ વાઘેલા ભગાડી ગયાની સગીરાના પિતાએ લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગુમ

 જાફરાબાદ તાલુકાના કડીયાણી ગામે રહેતી નિષાબેન લખમણભાઇ મકવાણા ઉ.વ. ૨૮ પોતાના ઘરેથી કોઇને કીધા વગર ગુમ થયાનું પતિ લખમણભાઇ મકવાણાએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મારમાર્યો

અમરેલી તાલુકાના લાપાળીયા ગામે સીમમાં સાઠીયુંનો ભારો પાણીમાં નાખી દેતા છોકરાઓને ઠપકો આપેલ. જેથી દયાબેન જયંતિભાઇ અઘેરાને ગીતાબેન ભિખાભાઇ ખેતરીયા, કાંતી ભિખા અને ભિખા ખેતરીયાએ ગાળોબોલી લાકડી વડે મારમાર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:57 pm IST)