Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલમાં પૂ. રમેશભાઇ ઓઝાની પધરામણી

રાજુલાઃ  રાજુલામાં નિર્માણ પામી રહેલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર( નિૅંશુલ્ક) ની મુલાકાત લેતા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એે મુલાકાત લઇને કહ્યું દર્દી નારાયણની સેવા માટેનું આ ભગીરથ કાર્ય છે જેમાં મારો ખુબ રાજીપો છે. રાજુલામાં નિર્માણ પામી રહેલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર (નિઃશુલ્ક ) હોસ્પિટલમા આજરોજ વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પધરામણી કરી હતી અને નવી બની રહેલ હોસ્પિટલના કાર્યોનું નિરીક્ષણ કરેલ હતું. પૂજ્ય ભાઈશ્રી ની પધરામણી દરમિયાન તેમજ નિરીક્ષણ કરીને પોતાનો ખૂબ જ રાજીપો વ્યકત કરેલ હતો અને તેઓએ જણાવેલ હતું કે દર્દી નારાયણની સેવા માટે નું આ ભગીરથ કાર્ય છે. જેમાં હું મારો રાજીપો વ્યકત કરું છું. શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ રાજુલા દ્વારા હોસ્પિટલ ના નિર્માણનું કાર્ય જોરશોરથી શરૂ છે જે અંગેની રૂબરૂ માહિતી મેળવેલ હતી અને નિશુલ્ક હોસ્પિટલ આ અંગે પ્રશંસા પણ કરેલ હતી. અગાઉ પૂજ્ય ભાઈશ્રી દ્વારા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર (નિઃશુલ્ક) ને રૂપિયા ૧૧ લાખનું દાન પણ જાહેર કરેલ છે. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ની પધરામણી દરમિયાન તેઓએ હોસ્પિટલના નિર્માણ કાર્ય નું નિરીક્ષણ કરેલ હતું આ નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર તથા બીપીનભાઈ લહેરી તેમજ શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ રાજુલાના ટ્રસ્ટીઓ તેમજ સહયોગી લોકો હાજર રહેલ હતા. ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર દ્વારા નવી નિર્માણ પામી રહેલ હોસ્પિટલની સમજણ અને રૂપરેખા પૂજ્ય ભાઈશ્રી ને આપેલ હતી.

(12:56 pm IST)