Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પોરબંદરમાં તીનપત્તી જુગાર રમતા ૬ શખ્સો ૧૫ હજારની રોકડ સાથે ઝડપાયા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪ :. ખારવાવાડમાં જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ૧૫૧૮૦ રોકડ સાથે પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા પોરબંદરમા આગામી નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ અનુસંધાને પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા તથા કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાઈ જે બાબતે સૂચના આપેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયાના માર્ગદર્શન મુજબ કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ.એલ. આહિર તથા ડી. સ્ટાફ પીએસઆઈ આર.એલ. મકવાણા તથા ડી.સ્ટાફના માણસો સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પીએસઆઈ આર.એલ. મકવાણા તથા પો. કોન્સ. ભરત શીંગરખીયાને ખાનગીરાહે સંયુકત બાતમી મળેલ કે ખારવાવાડ, જલારામ મંદિર પાસે આવેલ વંડીની બાજુમાં રાજેન્દ્ર બચુભાઈ વ્હોરા, હરીશભાઈ બાવનભાઈ, જયસુખ વલ્લભદાસ, નાનજીભાઈ દામજીભાઈ, દિલીપભાઈ શંકર તથા શાંતિલાલ પાનાચંદને હારજીતનોે જુગાર રમતા હોય તેની પાસેથી જુગારનુ સાહિત્ય તથા કુલ કિં. ૧૫૧૮૦ રોકડ રકમના મુદામાલ સાથે મળી આવી પકડાઈ જતા ૬ ઈસમો વિરૂદ્ધ જુગારધારા ક. ૧૨ મુજબનો ગુન્હો નોંધેલ છે.

આ કામગીરીમાં કીર્તિમંદિર પો. સ્ટે.ના પીઆઈ એચ.એલ. આહિર, ડી.સ્ટાફ પીએસઆઈ આર.એલ. મકવાણા, હેડ કોન્સ. ભાવીન પી. કારેણા, એમ.કે. માવદીયા, કોન્સ. ભીમાભાઈ દેવાભાઈ ઓડેદરા, ભરતભાઈ શીંગરખીયા, અરવિંદભાઈ કાનાભાઈ શામળા વિગેરે રોકાયેલ હતા.

(12:56 pm IST)