Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પોરબંદર દરિયાકાંઠે કલાત્મક રેત શિલ્પો કંડારતા નથુભાઇ

પોરબંદર : બેન્કના નિવૃત કર્મચારી અને રેત શીલ્પી તથા ચિત્રકાર નથુભાઇ ગરચર રમણીય દરિયા કાંઠે  સમયાંતરે કલાત્મક રેત શિલ્પો બનાવીને કલા પ્રેમીઓને આકર્ષી રહેલ છે. આ કલાકાર નથુભાઇ ગરચર માત્ર રેત શિલ્પ કલા જ નહી રંગકલાના પણ બાદશાહ છે તેમની પીંછી ભલભલાના નજરમાં વસી જાય તેવી છે. બાળપણથી જ ચિત્ર દોરવાનો શોખ હતો તે સમયે દેવજીભાઇ વાજા અને અરીસિંહ રાણા કેશવાલાના માર્ગદર્શન તળે ચિત્ર દોરવાનું શરૂ કર્યુ. અને તેમના શોખને આજે પણ પોષી રહ્યો છે. માલધારીના નેસડામાં ભેંસ અને સિંહની લડાઇ, મહેર ગ્રામ્ય સંસ્કૃતિ વિષયક ચિત્રો રાસલીલાના ચિત્રો, માલધારી દ્વારા ભેંસને બચાવવાના પ્રયાસનું ચિત્ર જાનના આગમનનું સૌમેયું. વરરાજાનું ફુલેકું, ચારણ કન્યાની સિંહ સાથેની લડાઇ જેવા ચિત્રો ભારતમાં જ નહીં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ડેન્માર્ક સુધી પ્રસિધ્ધ પામ્યા છે તેમની પાસે ૧પ,૦૦૦ થી વધુ ભીત ચિત્રોનો ખજાનો છે. વાંચનન શોખીન એવા કલાકારના ચિત્રો પોરબંદરના અનેક મંદિરોમાં શોભી રહ્યા છે. આ બધા ચીત્રોને પોતાના ઘરને કલાખેડા ઉપનામ આપ્યું છે ત્યાં વિધેમાન છે. આમ પોરબંદરમાં રેત શિલ્પ કલાના આ નોખા-અનોખા કલાકારની કલા માણવા અને જાણવા લાયક છે. ઝૂરીબાગમાં રહેતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં  સીનીયર કલાર્ક તરીકે નિવૃત  થયેલા સોરઠીયા રબારી સમાજના રેત શિલ્પી અને જેમને ગુજરાતને સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવ અપાવેલ તેવા રાષ્ટ્રીય ચિત્રકાર નથુભાઇ ગરચરે તેમની નાની વયે તેમના પિતાશ્રી નાથાભાઇની આંગળ પકડીને પોરબંદરની સરકારી આર. જી. ટીચર્સ કોલેજના આધે  પ્રાચાર્ય પ્ર. ત્રિવેદી પાસે આવતા શ્રી નથાભાઇ આર. જી. ટીચર્સ કોલેજમાં નોકરી કરતા હતા આ નાના બાળક નથુએ પ્રિન્સીપાલ પ્ર. ત્રિવેદીના ચિત્રો નિહાળતા અને રાજ મહેલના ચિત્રો જોઇને તેમના ચિત્ર કલાના બીજ નાનપણમાં રોપાય તેઓના ગ્રામ્ય સંસ્કૃતિના સોરઠીયા રબારી સમાજના બેનમૂન ચિત્રો ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રમાં આવકાર પામ્યા છે. તેમનું એક ચીત્ર ૩૦૦ જેટલી બહેનો રાસ રમે છે. પણ દરેકનું મુળ જોઇ શકાય છે. તે ચિત્ર સમગ્ર રાષ્ટ્રમાં એ 'કુમાર' મેગેઝીન અને માહિતી  ખાતાના 'ગુજરાત' વિશેષ અંકમાં પણ સ્થાન પામેલ છે તેઓના ચિત્રો આજે પણ દેશ-વિદેશની ધરતીપર શોભાય માન બન્યા છે. આ ચિત્રકારે આધુનિક વિજ્ઞાન-ટેકનોલોજીના યુગમાં બદલાયેલા માહોલમાં રેત શિલ્પી કંડારવામાં પોતાની સાધના-તપશ્ચર્યાના કારણે ઠંઠ ઓરિસામાં રેત શિલ્પો બનાવવાનું નિમંત્રણ મળ્યું હતું. દરિયા કિનારે છેલ્લા પ૦ વર્ષમાં નથુભાઇ ગરચરે ૩ ફુટ કે તેથી વધુ ઊંચાઇના તથા ૬ થી ૮ ફુટ લંબાઇના હજારો રેત શિલ્પો તૈયાર કર્યા છે.  સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન તેઓ  રેત શિલ્પોનું સર્જન કરે છે ચોપાટી ઉપર હજુર પેલેસના આગળના ભાગે દરિયા કિનારે તેઓ રેત શિલ્પો કંડારતા નજરે પડે છે. તે તસ્વીરો.

(12:56 pm IST)