Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જામનગરમાં ટ્રેન હડફેટે યુવાનનું મોત

મેથાણના નશાખોર યુવાનનો ઝેર પીને આપઘાતઃ બેડ ગામે ટ્રકના પૈસાની ઉઘરાણી કરતા માર માર્યોઃ મોટી ખાવડીમાં ટેન્કરની ચોરી

જામનગર, તા.૪: અહીં પાણખાણ શેરી નં.૧ માં રહેતા સંજયભાઈ મુનિલાલ કુશવાહ, ઉ.વ.૩૩, એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમંા જાહેર કરેલ છે કે,  રાજવીર બાદશાહ કુશવાહ, ઉ.વ.રપ, રે. પાણખાણ શેરી નં–૧, જામનગરવાળા નાઘેડી ફાટક, વિજયનગર પાસે રેલ્વેના પાટા પર ટ્રેન અકસ્માતમાં આવી જતા ઈજા થતા મૃત્યુ પામેલ છે.

જામજોધપુર તાલુકાના મેથાણ ગામે રહેતા મુળજીભાઈ આલાભાઈ રાઠોડ, ઉ.વ.૭૦ એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ગીરીશ મુળજી રાઠોડ, ઉ.વ.૩૮ , રે. મેથાણ ગામવાળા દારૂ પીવાની ટેવ વાળા હોય અને દારૂ પી પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા

પંચ એ પોલીસ સ્ટેશનમાં લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાછળ આવેલ બાવળની જાડીમાં પ્રફુલભાઈ ઉર્ફે પાગો ખજુરીયાભાઈ ભદ્રા, સુનીલભાઈ ઉર્ફે સુલકો સુરેશભાઈ મારૂ, સલીમભાઈ ચાંદશાહ શાહમદાર  રે. જામનગરવાળા  જુગાર રમી રમાડી રોકડા રૂ. ૧૩૪પ૦/– ઝડપાઈ ગયેલ છે.

સિકકા પોલીસ સ્ટેશનમાં અમૃતલાલ કરશનભાઈ બુજડ એ ફરીયાદ નોંધાવી છે કે, જલરામ હોટલ સામે , બેડ ગામે આરોપી અબ્બાસ સંઘી , રે. બેડગામવાળો ટ્રક દલાલી કરતા હોય અને ફરીયાદ અમૃતલાલ એ તેમની માલીકી નો  ટ્રક જેના રજી.નં.જી.જે.૧૦–ઝેડ–૯૯રર વાળો આરોપી અબ્બાસ સંઘી મારફત ભાવનગર ખાતે વેચેલ હોય અને જેમાં ફરીયાદી અમૃતલાલના એક લાખ પાસઠ હજાર રૂપિયા લેવાના બાકી હોય જે રૂપિયા આરોપી અબ્બાસ સંઘી પાસેથી માગતા આરોપી અબ્બાસ સંધી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી અમૃતલાલ તથા સાહેદને ગાળો આપી મુઢમાર મારી નીચે પડેલ કારમીન પથ્થર ઉપાડી છુટા ઘા મારી ફરીયાદી અમૃતલાલ ને આંગળી ના ભાગે તથા સાહેદને માથાના ભાગે ઈજા પહોંચાડી ગુનો કરેલ છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ સુખુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટી ખાવડી ગામ કૈલાશ કોમ્પ્લેક્ષના ખુલ્લા પાર્કીગમાં ફરીયાદી નરેન્દ્રસિંહ ની અશોક લેલન ટેન્કર મોડલ નં. રપ૧૬ એકસ એલ. જેના રજી.નં.જી.જે.–૦૩–બી.ડબલ્યુ–૬૬૩૪ નો કિંમત રૂ.૧પ,૦૦,૦૦૦/– જે લોક મારી પાર્ક કરેલ હોય જે આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

કલ્યાણજી મંદિર પાસે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હમીદભાઈ જુસબભાઈ પરીયાણી એ ફરીયાદ નોંધાવી છે કે, કલયાણજીના મંદિર પાછળ, હરી નિવાસ મકાન પાસે આરોપી પંકજભ વિઠ્ઠલદાસ મોનાણી, મહેશભાઈ ધીરજાલ જડીયા, વિનોદભાઈ હરસુખલાલ ભુવા, કૌશીકભાઈ હીરાલાલ શાહ, દિપકભાઈ ચમનલાલ પાટલીયા, રે. જામનગરવાળા  પૈસાની હારજીત કરી રોકડ રૂ.૧પ૧૪૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સાતનાલા પાસે આંકડા લખતા છ શખ્સો ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જનકભાઈ નાગરભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, સાતનાલા પાસે, સદગુરુ સોસાયટી પાસે, જાહેરમાં આરોપીઓ રફીક ઉમરભાઈ નાઈ, આરીફભાઈ ઉમરભાઈ ઘોઘા, હુશેનભાઈ ઈશાભાઈ આમરા, સરફરાજ અજીતભાઈ હાલેપૌત્રા, ઓધવજીભાઈ ઉર્ફે ભીખુભાઈ બચુભાઈ સીંગડીયા, અજીતભાઈ કાસમભાઈ હાલેપૌત્રા, વરલી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૦,ર૮૦/–  તથા મોબાઈલ ફનો નંગ–૪, કિંમત રૂ.૯,૦૦૦/– મળી કુલ રૂ.૧૯,ર૮૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(12:54 pm IST)