Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમારા સમાજનો એક હાથા તરીકે અને વોટબેંક તરીકે જ ઉપયોગ કરતા લોકો સાનમાં સમજે : હિતેસજી ઠાકોર

(નિતીન વસાણી દ્વારા) નવાગઢ,તા.૪ :  ઓદ્યૌગિક નગરી ને રાજકોટ જીલા ના રાજકીય રીતે કાયમ ચમકતુ દમકતુ જેતપુર પંથકમા  અખિલ સૌરાષ્ટ્ર ચુવાળીયા કોળી ઠાકોર સમાજ (ગુજરાત)ના નેજાં હેઠળ (વાદ નહીં વિવાદ નહીં ચુવાળીયા કોળી સમાજના રાજકીય વિકાસ સિવાય કોઈ વાત નહી) ના નારા સાથે  સૌરાષ્ટ્રના તમામ જીલ્લાના સામાજીક આગેવાનો રાજકીય આગેવાનો સમાજ ચિંતકોની એક ચિંતન શિબિરનું આયોજન જેતપુર તાલુકાની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર વ્રજ વાટીકા હાઈવે હોટલ જેતલસર ગામ ખાતે કરવામાં આવ્યું હતું

આ ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્ર ભરમાથી ચુવાળીયા કોળી ઠાકોર સમાજના તમામ સામાજીક રાજકીય આગેવાનો મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચુવાળીયા કોળી ઠાકોર સમાજની રાજકીય ક્ષેત્રે પ્રગતિ માટે હાકલ કરવામાં આવી હતી અને આગામી સમયમાં સમાજના સર્વાંગી વિકાસ બાબતે એક રણટંકાર સાથે રણશિંગું ફૂંકીને અગત્યની ચર્ચા કરવામાં આવી હતી આ ચિંતન શિબિરનો મુખ્ય હેતુ એ હતો કે સમગ્ર ગુજરાતમાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજની બહોળી સંખ્યામાં વસ્તી હોવા છતાં અને આજ સુધી આ સમાજની તમામ રાજકીય પક્ષો દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે

આ સમાજ હમેશાં અન્ય સમાજની સાથે રહીને સમાજના દરેક કાર્યમાં સહભાગી બની રહયો છે અને તમામ સમાજની સાથે જ હતો છે અને રહેશે અને હજુ પણ સમસ્ત કોળી સમાજની સાથે રહીને જ વિકાસના પંથે આગળ વધવા કટીબદ્ધ છે પણ આજ સુધી વસ્તી આધારિત સમાજને જે પ્રતિનિધિત્વ અને ઉમેદવારી મળવી જોઈએ તે મળી નથી અને સમાજની રાજકીય ક્ષેત્રે યોગ્ય નોંધ લેવામાં આવી નથી અને સમાજનો એક હાથા તરીકે અને વોટબેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને સમાજને અન્યાય થતો આવ્યો છે

અને સમાજને વસતી આધારિત યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ નથી એટલે આ સમાજ નારાજ છે અને હવે જે પક્ષ સમાજને પ્રતિનિધિત્વ આપશે સમાજ તેની સાથે છે નહીં તો જરૂર પડશે ત્યાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે પણ હવે સમાજ આ ૨૧ મી સદીમાં કોઈ પણની ગુલામી લાચારી સહન કરવા તૈયાર નથી અને સમાજની જે દુર્દશા છે તેને સુધારવા માટે એક મંચ ઉપર આવી સમાજને સંગઠિત અને મજબૂત બનાવવા અને અન્ય સમાજની હરોળમાં સ્થાન અપાવવા અને પોતાના સમાજનુ સામાજીક આર્થિક શૈક્ષણિક અને રાજકીય વર્ચસ્વ વધારવા સંગઠિત થઈ સમાજને એક નવી દિશા આપવા માટે અને દરેક સમાજ સાથે રહીને હવે કોઈ પણ જાતના અન્યાય સામે અવાજ ઉઠાવવા અને અન્યાય સહન ન કરવા કટીબદ્ધ થયો છે તો આ ભગીરથ કાર્ય મા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના તમામ આગેવાનો વડિલો ભાઈઓ અને બહેનોને પોતાના તમામ અંગત વાદ વિવાદ વેર ઝેર ઈર્ષા અદેખાઈ મનદુઃખ મતભેદો દૂર કરી એક નવી શરૂઆત સાથે સંગઠિત થઈ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના દરેક ગામ શહેર તાલુકા જીલ્લામાં આવી ચિંતન શિબિરોનું આયોજન આગામી દિવસોમાં ગુજરાતના તમામ ગ્રામય શહેર તાલુકા જીલ્લામા કરવા અને એક જુટ થઈ લડાઈ લડવા અને આ સામાજીક સર્વાંગી વિકાસમાં સહભાગી બનવા હાકલ કરવામાં આવી હતી

આ ચિંતન શિબિરના આયોજનને સફળ બનાવવા માટે આ આયોજન ની તમામ જવાબદારી જેતપુર તાલુકાએ સ્વીકારી સતત રાત દિવસ મહેનત કરી આ ચિંતિત શિબિરને સફળ બનાવવા માટે આયોજન સમિતિએ ખુબ જહેમત ઉઠાવી હતી આ તકે આ શિબિરમાં હાજરી આપી અને આ શિબિરને સફળ બનાવવા માટે ચુવાળીયા કોળી ઠાકોર સમાજના સૌરાષ્ટ્રના તમામ જ્ઞાતિજનો આગેવાનો વડિલો ભાઈઓ અને બહેનોનો આયોજક ટીમ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

(12:52 pm IST)