Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જામકંડોરણાના ચાવડી ગામે પરણિતા પાસે બિભત્સ માંગણી : પતિ અને મિત્ર દંપતિને ધમકી

બંને દંપતિને ગાળો આપી : યુવરાજસિંહ પરમાર સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૪ : જામકંડોરણાના ચાવડી ગામે બિભત્સ માંગણીનો ઇન્કાર કરનાર પરણિતા તથા તેના પતિ તેમજ મિત્ર દંપતિને ગાળો આપી પતાવી દેવાની ધમકી આપનાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

ચાવડી ગામે રહેતા જયેશભાઇ ગોકળભાઇ કાછડીયાના પત્ની ચંદ્રીકાબેન પોતાના ઘરની બહાર બજારમાં ડેલા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં પાણીની બોટલ લેવા જતા તે જ ગામમાં રહેતા યુવરાજસિંહ બહાદુરસિંહ પરમારે ઇશારો કરી બિભત્સ માંગણી કરતા ચંદ્રીકાબેને ના પાડતા યુવરાજસિંહે ઉશ્કેરાઇ જઇ ચંદ્રીકાબેન તથા તેના પતિને ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ઝઘડામાં વચ્ચે પડેલ જયેશભાઇના મિત્ર ભાવેશ લીંબાસીયા તથા તેના પત્ની મીનાક્ષીબેનને પણ ગાળો આપી ધોકો લઇ મારવા જઇ પતાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે જયેશભાઇ કાછડીયાએ જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે યુવરાજસિંહ સામે આઇપીસી ૩૫૪ (અ) (૧), ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)