Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લોધીકા-૧ જીલ્લા પંચાયત સીટમાં કોના નામ ઉપર લાગશે ભાજપની મહોર

ખીરસરા,તા.૪ : લોધીકા-૧ જીલ્લા પંચાયત સિટ અનામત છે જેમા અનુસુચિત જાતિના ૬ નામોની સેન્સ નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા છે આ નામોમાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયાના પુત્ર જયેશભાઇ સાગઠીયા જેઓ ભાજપ ના સક્રિય કાર્યકર છે તેમજ યુવા નેતા છે સાથે સાથે એજયુકેટેડ છે તેઓએ આત્મિય કોલેજ રાજકોટમા ડિઝલ મિકેનિકલ એન્જિનિયરિંગની ડીગ્રી મેળવેઇ છે તેમજ રાજકીય ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે પરંતુ ચર્ચાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીના નિયમની એક ઘરમાં બે હોદા નહીં તો બીજા ઉમેદવાર માવજીભાઈ સાગઠીયા લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય છે ખીરસરા ગામ ના પૂર્વ સરપંચ છે તેમજ લોધીકા તાલુકા અનુસુચિત જાતિ ના પીઢ આગેવાન છે ભાજપ સંગઠન ના તાલુકા ઉપપ્રમુખ છે રાજકીય ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે તેમને પક્ષના ૬૦ વર્ષની ઉંમરનો નિયમ નડતો હોવાની જનતામા ચર્ચા ચાલી રહેલછે તો મોહનભાઈ દાફડા લોધીકા જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે ભાજપના ખુબ સક્રિય કાર્યકર તેમજ અનુસુચિત જાતિના અગ્રણી છે તેઓને પણ  એક વ્યકિત એક હોદો આ નિયમ ટીકીટ માટે બાધા રૂપ છે તો બીજા ૩ દાવેદારોમાં એક નવ યુવાન ઉદિત વાઘેલા છે જેઓ  મધ્યવર્ગમાથી આવેછે B.tek એન્જિનિયરિંગ સુધીનો  અભ્યાસ કરેલ છે અમદાવાદની યુનિવર્સિટી માંથી તેમને શિક્ષણ પૂર્ણ કરેલછે એન.એસ.એસ.મિશન સંસ્થા તેમજ અમદાવાદની સ્લમ   વિસ્તારની સ્કૂલની મદદથી તેઓએ અતિ પછાત  ૨૫ બાળકો ને શિક્ષણ પુરૂ પાડેલછે તેમજ પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલના કહેછે  યુવા નો રાજકીય ક્ષેત્રમાં આગળ આવે તે પ્રમાણે આ ૨૩ વર્ષના ઉદિત વાઘેલાની દાવેદારી એક મજબૂત ઉદાહરણ છે તો બીજા બે ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો છે  જેમાં મનોજભાઈ ચાવડા તેમજ મનસુખભાઈ ખીમસુરીયાની દાવેદારી છે જોવાનુ એ રહ્યું કે રવિવારે પાર્લામેન્ટરી બોડૅ કોના નામ ઉપર મોહર લગાવેછે અનુભવ કે યુવાન તે ચર્ચાએ લોધીકા તાલુકા ની જનતામા જોર પકડે છે.

(11:40 am IST)