Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગોંડલમાં આયોજીત રકતદાન કેમ્પમાં દેરડી (કુંભાજી)નાં હિંમતભાઇ જીયાણીનું ૧૦૧ મી વખત રકતદાન

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા. ૪ :.. ગોંડલમાં યોજાયેલ રકતદાન કેમ્પમાં દેરડી કુંભાજી ગામના સેવાભાવી અને સામાન્ય જનોનાં કાર્યો માટે સદાય તત્પર હિંમતભાઇ જીયાણીએ ૧૦૧ વખત રકતદાન કરી દેરડી કુંભાજી ગામનું સેવાકાર્યથી ગૌરવ વધારેલ છે. સાથે સાથે યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કરેલ છે.

તેમની આ બ્લડ ડોનેટ કરવાની પરોપકારી ભાવનાને બિરદાવવા માટે અનેક સામાજીક સંસ્થાઓ, મિત્ર વર્તુળ અને સ્નેહીઓએ અભિનંદન પાઠવ્યા છે.

(11:33 am IST)