Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

હળવદમાં દારૂ અને મારામારીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ ત્રણ મહિને ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪ : હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂના ગુન્હા તેમજ મારમારીના ગુન્હામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજયમાં નાસતા ફરતા આરોપી ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અંતર્ગત જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદમાં ઈંગ્લીશ દારૂ અને મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ વિજય જયંતી અઘારા (ઉ.વ.૩૫) રહે જુના દેવળિયા તા. હળવદ વાળાને હળવદ માળિયા હાઇવે પર જુના દેવળિયા ગામની ચોકડી પાસેથી ઝડપી લઈને હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે.

(11:08 am IST)