Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

મોરબીના નાગડાવાસ નજીક ટ્રક - કાર સહિત પાંચ વાહનો અથડાયા ૧ને ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબીના માળિયા હાઈવે પરના નાગડાવાસ ગામ નજીક પાંચ વાહનો ટકરાયા હતા જેમાં બે ટ્રક, બે કાર સહીત પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક વ્યકિતને ઈજા પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

નાગડાવાસ ગામ નજીક અકસ્માતના બનાવ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં બે કાર જીજે ૩૬ આર ૬૪૨૪, જીજે ૩૬ આર ૦૪૮૭ તેમજ ટ્રક જીજે ૩૬ ટી ૭૫૨૨ અને જીજે ૦૬ બીવી ૫૯૬૬ અને અજાણ્યા વાહન સહીત પાંચ વાહનો ટકરાયા હતા જે અકસ્માતમાં એક વ્યકિતને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો અકસ્માતને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી.

(10:26 am IST)