Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત વિસ્તારમાં સફાઇ કામદારોને ભુગર્ભ ગટર -ખાળકુવામાં ઉતરવા -ઉતારવા ઉપર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકામાં સીનીયર સીટીઝન માટે વિવિધ સ્પર્ધાઓઃ ૧૫મી સુધીમાં ફોર્મ ભરી દેવું

ખંભાળીયા,તા.૪: જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં આવેલ તમામ ખાનગી સોસાયટીઓ, ફલેટો, રહેણાંક વસાહતો, હોટલો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, પેઢીઓ, કારખાનાઓ, સંસ્થાઓ અને ભુગર્ભ ગટર, ખાળકુવાની સફાઇ સાથે સંકળાયેલા ઇજારદારો અને ખાનગી સફાઇ કામદારોને જણાવવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભ 'ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ રીહેબીલીટેશન એક-૨૦૧૩'નો અમલ તા.૧૯/૯/૨૦૧૩ થી તેમજ તે હેઠળના નિયમોનો અમલ તા.૧૨-૧૨-૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. જેની જોગવાઇઓ મુજબ ભુગર્ભ ગટર/ ખાળકુવાની સફાઇની કામગીરી માટે સફાઇ કામદારોને ભુગર્ભ ગટર/ ખાળકુવાઓમાં ઉતારવા કે કોઇને ઉતારવા માટે ફરજ પાડવાને ગેરકાયદેસર કૃત્ય ગણવામાં આવેલ છે.

આવું ગેરકાયદેસર કૃત્ય કરનાર સામે ફોજદારી રાહે પગલા લેવાના થાય છે. વધુમાં આ બાબતે નામ. સુપ્રિમ કોર્ટ તરફથી તા.૨૭-૦૩-૨૦૧૪ના ચુકાદાથી આપેલ આદેશોનું પણ ઉપરોકત તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહે છે. જે મુજબ અસરકર્તા સફાઇ કામદારોને ચુકવવાપાત્ર વળતરની સંપુર્ણ રકમ સબંધિત સંસ્થાના હોદેદારો/ માલિકોએ ભોગવવાની રહે છે.

આથી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા વિસ્તારોમાં ઉપરોકત અધિનિયમ અને નિયમોની જોગવાઇઓ તથા નામ. સુપ્રિમકોર્ટ તા.૨૭-૦૩-૨૦૧૪ના ચુકાદા અન્વયે સફાઇ કામદારોને ભુગર્ભ ગટર / ખાળકુવામાં ઉતરવા/ ઉતારવા ઉપર સંપુર્ણ પણે પ્રતિબંધ મુકવામાં આવે છે. અને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફોજદારી રાહે પગલા લેવામાં આવશે.

દેવભૂમિ દ્વારકામાં સીનીયર સીટીઝન માટે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન

ગુજરાત સરકાર શ્રી દ્વારા સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપર) વ્યકિતનાં સ્વાસ્થય તેમજ તેમની નિવૃત જીવનમાં રમતનાં માધ્યમથી શારીરીક સ્વાસ્થયની જાળવણી માટે અને રમતનાં માધ્યમથી ઉત્સહભેર ભાગ લઈ સમાજમાં ઉદાહારણ પુરૃં પાડવા માટે કમિશ્નર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ – ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા રમત ગમત અધિકારી ની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલીત સીનીયર સીટીઝન માટે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામા આવનાર છે. જેમાં વોલીબોલ, યોગાશન, કેરમ,ચેસ, રસ્સાખેંચ, કિક્રેટ, એથ્લેટીકસઃ ૧૦૦, ર૦૦, ૪૦૦, ૮૦૦,૧પ૦૦,૩કીમી જલદચાલ (બહેનો) પ કીમી જલદચાલ ભાઇઓ માટે તેમજ  કુદ વિભાગઃ- લાંબીકુદ,ઉચીકુદ, ફેક વિભાગઃ-ગોળાફેંક,ચક્રફેંક,બરછીફેંક જેવી રમતયો યોજાશે.  આ સ્પર્ધાની અંદર ૬૦ વર્ષ કે તેથી વધારે ઉમરના વ્યકિત જ ભાગ લઇ શકશે.

સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લેવા માટે શારીરીક રીતે લાયક છે મેડીકલ પ્રમાણપત્ર આપવાનુ રહેશે. સ્પર્ધા તારીખ અને સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે. તથા વધારે માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પ્રથમ માળ,રૂમ નંબર, C/1/2, C/1/4 જિલ્લા સેવા સદન, ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા ખાતે ફોર્મ મેળવી તથા જરૂરી આધાર પુરાવા જોડી ફોર્મ કચેરી ખાતે તા.૧૫/૦૨/૨૦૨૦ સુધી જમા કરાવાનું રહેશે.તેમ જિલ્લા રમત ગમત અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(1:22 pm IST)