Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

૧૬ કલાક વાહન ચલાવ્યું પોલીસે : કોર્ટમાંથી છૂટતા જ ઝડપી લીધો

સુપેડી પાસેની લૂંટનો મુખ્ય ભેજાબાજને ધોરાજી પોલીસે ઉતર પ્રદેશ જઇ પકડી પાડયો

ધોરાજી, તા. ૪ : ધોરાજી પોલીસે પણ આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને લૂંટનો ખુંખાર આરોપીને યુપીથી પકડી પાડયો છે.

દોઢક વર્ષ પૂર્વ સુપેડી નજીક રોકડ અને સોનુ સહિતની આંગડીયા પેઢીની કારને ફાયરીંગ કરી કારને આંતરી આંગડીયા પેઢીના સ્ટાફને મારમારી લાખોની લૂંટ ચલાવેલ અને બાદમાં આરોપીઓને પોલીસે પકડી પાડેલ હતાં પણ માસ્ટર માઇડ અને લૂંટના ગુનાની અંજામ આપનાર મુખ્ય આરોપી અનિલ રામાદીન યાદવે રહે બદીરામ રહે. એરૈયા યુપી વાળો વારંવાર પોલીસને હાથ તાળી આપી નાસતો ફરતો હતો.  આ અંગે પીઆઇ જોષીને જાણકારી મળતા ધોરાજી પોલીસની સતર્કતા રાખી ૧૬ કલાક વાહન ચાલવીને મહામહેનતે આરોપી કોર્ટમાંથી છૂટયો કે તુરત જ પકડી પાડી આરોપીને ધોરાજી પોલીસ સ્ટેશનમાં લાવી કેટલા ગુનાઓ કર્યા છે અંગે તપાસ ચલાવી રહેલ છે.

(11:40 am IST)