Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

સાવરકુંડલાનાં બાઢડા પાસે હિટ એન્ડ રન : બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત : મહિલા સહિત બે લોકોના કરૂણમોત

અકસ્માત બાદ બંને કારચાલક, ગાડી ત્યાં જ મૂકીને નાસી ગયા

સાવરકુંડલાના બાઢડા પાસે હિટ એન્ડ રનની ઘટના  બની છે જેમાં બે કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા.

બાઈક પર સવાર એક પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ બંને કારચાલક, ગાડી ત્યાં જ મૂકીને નાસી ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:04 pm IST)