Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલટયું: ઢોળાયેલ ઓઇલ ભરવા લોકોની પડાપડી

ડોલ, બરણી, કેરબા સહિતના વાસણો લઇ લોકો ઘસી ગયા

ભુજ, તા.૪: ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ઓઇલ ભરેલું એક ટેન્કર પલટી મારી ગયું હતું. ત્યારે ટેન્કરમાંથી ઓઇલ લુંટવા લોકોએ પડાપડી કરી હતી. ડોલ, બરણી, કેરબા સહિતના વાસણો લઇ લોકો ઘસી ગયા હતા અને ઓઇલ ભરવા માટે પડાપડી કરી હતી. આ અંગે મળતી વિગત મુજબ ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ઓઇલ ભરેલું ટેન્કર ઊંધુ પડી ગયું હતું. ત્યારે રસ્તા પર ઢોળાયેલા ઓઇલને લેવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી.

આ બનાવ ગત સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં એનએલ-૦૧-એન-૦૦૪૭ નંબરનું ટેન્કર ગાંધીધામથી સામખીયાળી તરફ જઇ રહ્યું હતું ત્યારે ભચાઉ પોલીસ મથકને સામેની બાજુ ભચાઉ તરફ વળવાના રોડ પર સીતારામ પુર અને જુનાવાડા વિસ્તાર વચ્ચે બ્રીજ ઉપર ચાલકે કાબુ ગુમાવતાં પલટી ગયું હતું.

(11:26 am IST)