Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

સાવરકુંડલા સદ્દભાવના ગ્રુપ પૂ.ઉષામૈયાના ૮૩માં જન્મદિવસ નિમિતે મહારકતદાન કેમ્પમાં ૨૬૦ યુનિટ રકત એકત્ર : પૂ. ઉષામૈયાની રકતતુલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૪: આમ તો સાવરકુંડલા શહેરની ગણના સમગ્ર અમરેલી જિલ્લામાં રકતદાતાઓમાં અગ્રેસર છે. સાવરકુંડલાનાં લોહાણા મહાજન વાડી ખાતે સદ્દભાવના ગ્રુપ દ્વારા અમરેલી રેડ ક્રોસ સોસાયટીનાં તેમજ નાથાણી બલ્ડ બેન્ક - રાજકોટ ના સહયોગ થી આયોજિત પ. પૂ. ઉષામૈયા, શિવદરબાર કાનાતળાવ નાં ૮૩ માં પાવન જન્મદિવસ નિમિત્ત્।ે આ નવાં વર્ષની ૩-૧-૨૧ ને રવિવારે એક મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૬૦ બોટલ રકત એકત્રિત થયું હતું. આમ તો આ સંસ્થાના રકતદાન કેમ્પમાં પણ અગ્રેસર રહી છે. હાલ આ સંસ્થા દ્વારા આ ૯૬ મો રકતદાન કેમ્પ હતો. આમ પણ અમરેલીમાં રકતની ખાસ્સી જરૂરિયાત હોવાથી આ કેમ્પ જરૂરિયાતમંદ લોકોમાટે જીવનદાયિની પણ બની રહે એવી અભ્યર્થના સાથે સંસ્થાને ૨૦૦ બોટલથી વધુ રકતનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે બહોળાં પ્રમાણમાં લોકો રકતદાન કરે એવી સદભાવના ગ્રુપનાં રાજુભાઈ નાગ્રેચા, પંકજભાઈ રાયચા અને પ્રવીણભાઈ સાવજની લોકોને નમ્ર વિનંતી કરવામાં આવી હતી અને જેમાં સાવરકુંડલા ના રકત દાતાશ્રી ઓ એ ૨૬૦ બોટલ રકત આપ્યું હતું. આ રકતદાન કેમ્પમાં રકતદાતાઓને આ પ્રસંગે ત્રણ ભેટ આપવામાં આવી હતી. આ રકતદાન કેમ્પમાં બહેનો માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને બહેનો એ પણ બહોળી સંખ્યા માં રકત દાન આપ્યું હતું. ત્યારબાદ આ રકતદાન કેમ્પમાં પ. પૂ. ઉષામૈયા શિવદરબાર આશ્રમ કાનાતળાવ ની તેમનાં જન્મદિવસ નિમિત્ત્।ે રકતતુલા કરવામાં આવી હતી. આ રૂડો અવસર સાવરકુંડલાનાં આંગણે હોય સાવરકુંડલા શહેરનાં ભકતજનો અને રકતદાતાઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આ અવસરને સફળ અને ભવ્ય બનાવવા માટે બગદાણા ના મહંત શ્રી મનજીબાપા, અમરેલી જીલ્લા ના સાંસદ શ્રી કાછડીયા, વી.વી. વાઘસિયા, તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સદ્દભાવના ગ્રુપનાં તમામ સભ્યોએ તનતોડ મહેનત કરી હતી.

(10:12 am IST)