Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

લાઠીમાં ટીકળખોરોએ રાષ્ટ્રપિતા ગાંધીજીની મૂર્તિ ટોળી પાડી : ગાંધીજીની પ્રતિમાને નુકશાન પહોંચાડનાર અસામાજિક તત્વો પર રાષ્ટ્રદ્રોહ સહિતનો ગુન્હો લગાવાવમાં આવે તેવી લોકમાંગ

લાઠી : અમરેલીના લાઠીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. લાઠીના અકાળા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવરમાં બ્યુટીફીકેશન માટે લગાવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિને તોડી પાડવામાં આવી છે. મહાત્મા ગાંધીની મૂર્તિ તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવાની જાણ થતા જ ચેમ્બર ઓફ કોમર્સ, ખેડૂત સંગઠનો સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો સહિત પોલીસ કાફલો તળાવ ખાતે પહોંચ્યા છે.

તાત્કાલિક ધોરણે અસામાજિક તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. અમરેલીના લાઠીના અકાળા રોડ પર આવેલું હરિકૃષ્ણ સરોવર. છેલ્લા થોડા વર્ષો પહેલા આ સરોવર ધોળકીયા ફાઉન્ડેશન અને રાજ્યસરકારના સહકારથી બંધાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સરોવર પર્યટક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દરરોજના મોટી સંખ્યામાં આ તળાવમાં લોકો ફરવા આવી રહ્યા છે. ત્યારે આ સરોવરના કિનારે દેવી-દેવતાઓની વિશાલ મૂર્તિઓ તેમજ રાષ્ટ્રીય પુરુષોના સ્ટેચ્યુ લગાવવામાં આવ્યા છે.
 
પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા આ તળાવની ફરતેના વૃક્ષો, તખ્તીઓ તેમજ રાષ્ટ્રીય પુરુષોના સ્ટેચ્યુને નુકશાન પહોંચાડી રહ્યા છે. ત્યારે આજે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવ્યું હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. ગાંધીજીની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવતા અસામાજિક અને વિકૃત માનસિકતા લોકો સામે રાષ્ટ્રદ્રોહ સહિતનો ગુન્હો લગાવાવમાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.

(4:12 pm IST)