Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ગેરકાયદે જવલનશીલ પદાર્થનું ખરીદ-વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહી

જુનાગઢ મામલતદારની ફરિયાદના પગલે તપાસ

જુનાગઢ તા.૭ :  ગેરકાયદે જવલનશીલ પદાર્થનું ખરીદ-વેચાણ કરતા બે શખ્સો સામે જુનાગઢ મામલતદારે પોલીસ ફરિયાદ કરી છે.

જુનાગઢમાં સાબલપુર ચોકડી વિસ્તારમાં ૩૧ જુલાઇએ ખડીયાનો હરસુખ અભુભાઇ ઓડેદરા અને તોરણીયાનો વિજય રતિલાલ ટીલવા સામે જવલનશીલ પદાર્થનું ગેરકાયદે ખરીદ-વેચાણ અને સંગ્રહ કર્યાનું ખુલ્યુ હતુ.

આખરે ગઇકાલે જુનાગઢ મામલતદાર કે.એસ.પટેલ તાલુકા પોલીસ બંને શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.  વિશેષ તપાસ પોલીસ જમાદાર ડી.કે.ગઢવી ચલાવી રહયા છે.

(1:01 pm IST)