Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

યુગાન્ડાના પૂર્વ ક્રિકેટર જેતપુરની ધવલ ઇન્ટરનેશનલ સ્કુલની મુલાકાતે

એન્યુઅલ સ્પોર્ટસ મીટમાં વિદ્યાર્થીઓને તાલીમ આપે છે

જેતપુર તા.૪ : ધવલ ઇન્ટરનેશનલ સ્કુલ સતત પોતાને શ્રેષ્ઠતા તરફ ધપાવતી એક મહાત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાનું બિરૂદ ધરાવે છે. શાળાના રંગારંગ વાર્ષિક રમતોત્સવ દરમિયાન ધવલ સ્કુલે ફરી એક લેન્ડમાર્ક સર કર્યો છે.

યુગાન્ડાના ભુતપુર્વ ક્રિકેટર રોબિનસન ટિમોથી કે જેઓ હાલ નેપાળ ક્રિકેટ ટીમના હેડ કોચ છે. તેઓ છેલ્લા પ દિવસથી ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના મહેમાન બન્યા છે.

તેઓ શાળા સંચાલીત વિન્ટરકેમ્પમાં પ્રેકટીસ કરાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવા મોટા ગજાના આંતરરાષ્ટ્રીય ખેલાડીએ સ્કુલના રમતોત્સવમાં ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને શ્રેષ્ઠ સંદેશ આપ્યો તે સાથે જ રોબીસન ખુદ ફુટબોલ તેમજ વોલીબોલમાં માહેર ખેલાડી છે તેનો પુરાવો તેઓએ મેદાન પર આપ્યો. મશાલની ભવ્ય રેલી તેમજ નાનાભૂલકાઓને ચીયરડાન્સ, સારી ડ્રીલ તેમજ સીનીયર કલાસીસના ખાસ ચેકડે ડ્રીમ ટીમથી શરૂ કરાયેલ રમતોત્સવ જયાં યોજાનાર છે ત્યા એચઓડી સંદિપભાઇ પીડીબી કેમ્પસના એચઓડી જીજ્ઞેશભાઇ હાજર હતા. વાલીઓ માટેની રમતોનુ આકર્ષણનું ખાસ કેન્દ્ર બની હતી.

નાનેરાથી મોટેરાઓ વિદ્યાર્થીઓથી લઇ શિક્ષકો સુધી સહુ કોઇએ વિવિધ રમતોમાં પોતાનુ આગવુ કૌશલ્ય પ્રદર્શીત કર્યુ હતુ. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા ધવલ સ્કુલના પ્રિન્સીપાલ અનિતા મેડમ અને એચઓડી રાજકુમાર તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(11:44 am IST)