Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

દેવભૂમી જિલ્લાના આચાર્યોની મીટીંગ આરાધનાધામ ખાતે સંપન્ન

ઓડીટ, નિભાવગ્રાંટ, ગ્રાંટ એસેસમેન્ટ અંગે માર્ગદર્શન અપાયું

ખંભાળીયા તા.૪ : તાજેતરમાં ખંભાળીયા પાસેના આરાધના ધામ પાસે દેવભૂમી દ્વારકા જિલ્લાના ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડની ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યોની મીટીંગ જિલ્લાના પ્રમુખ રાણાભાઇ ગોમીયાના અધ્યક્ષતામાં મળી હતી.

આ મીટીંગની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી થઇ હતી જે પછી દિનેશભાઇ જોશીએ નિભાવગ્રાંટના સંદર્ભમાં મહત્વની જાણકારી આપી હતી. ગોરાણા હાઇસ્કુલના આચાર્યશ્રી મોઢાભાઇએ ગ્રાન્ટેડ શાળાના મકાન ભાડા તથા નિભાવ ગ્રાંટના સંદર્ભેમાં થતા પ્રશ્નો અંગે જાણકારી આપી હતી.

આચાર્યસંઘના અધ્યક્ષ હિતેન્દ્રભાઇએ રાજયકક્ષાએ શિક્ષકોની ભરતી અંગે શાળાના જી.પી.એફ તથા માહિતી આપવાના મુદ્દાઓ અંગે તથા આચાર્ય રેડીરેફરન્સ ડાયરી અંગે જાણકારી આપી હતી.

આચાર્ય સંઘના મહામંત્રી જગમાલભાઇ ભેટારીયાએ રાજય આચાર્ય સંઘ અધિવેશન અંગે વિવિધ પડતર પ્રશ્નો અંગ જાણકારી આપી હતી તથા સંઘના પ્રમુખ રાણાભાઇ ગોમીયાએ પણ માર્ગદર્શક વકતવ્ય આપ્યુ હતુ.

કાર્યક્રમનું સંચાલન વિદ્યાવિહાર શાળાના આચાર્ય કે.ડી.ગોકાણીએ કર્યુ હતુ.

(11:39 am IST)