Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

હળવદમાં અપહરણના ગુન્હામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

મોરબી એસઓજી ટીમે છોટાઉદેપુર જિલ્લાની એક ફેક્ટરીમાંથી દબોચી લીધો

મોરબી :હળવદમાં અપહરણના ગુન્હામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજીએ ટીમે છોટા ઉદેપુર જીલ્લાની એક ફેક્ટરીમાંથી ઝડપી લઈને હળવદ પોલીસને સોપી આપ્યો છે

 આ અંગેની વિગત મુજબ મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા અને નરેન્દ્રસિંહ જાડેજાની ટીમે બાતમીના આધારે વડોદરા જલ્લાના સાવલીના ચંદ્રનગર ગામે નીરમાં સાબુની ફેક્ટરીમાં હળવદ પોલીસ મથકના અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી આકાશ ઉર્ફે ગાભલો ગણપતભાઈ તડવી (રહે મૂળ છત્રાલી જી છોટા ઉદેપુર) હાલ નીરમાં સાબુ કારખાના વાળો ચાર વર્ષથી નાસતો ફરતો હોય જેને ઝડપી લઈને હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે

(10:21 pm IST)