Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

જામનગરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં હોબાળો: હલકી વસ્તુ આપી હોવાનો આક્ષેપ

જામનગર માં શુક્રવારે કેબિનેટ પ્રધાન કુંવરજી ભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોબાળો થતા દોડધામ મચી ગઈ છે

આ ગરીબ કલ્યાણ મેળામાં જામનગર શહેરમાં 10 હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ વસ્તુઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી.

પણ આ વસ્તુમાં લાભાર્થીઓ છેતરાયા હોવાનો આક્ષેપ થયો છે..કારણ કે ગરીબ કલ્યાણ મેળા ના જે વસ્તુ આપવામાં આવી છે તમે પેકિંગમાંથી અડધી વસ્તુ કાઢી લેવામાં આવી છે.પોલીસ દોડી મધ્યસ્થી કરી રહી છે.લાભાર્થી મહિલાઓ સમાજ કલ્યાણ ઓફિસે જશે

(3:12 pm IST)