Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

મોરબી જીલ્લાની સહકાર સંબંધિત કામગીરી મામલે પંચાયત પ્રમુખ મેદાને

મોરબી, તા.૪: મોરબી જીલ્લ પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયાએ ગાંધીનગર અધિક જીલ્લા રજીસ્ટ્રારને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં સહકારને લગત તમામ કામગીરી માટે રાજકોટ ધકકા ખાવા છતાં કોઇ ઉકેલ આવતો ના હોય મોરબી જીલ્લાનું સેટઅપ મંજુર કરવા મટે અગાઉ રજૂઆત કરવામાં આવી છે અને અધિક નિયામક પ્રત્યુતર પાઠવવામાં આવ્યો હતો જેમાં સહકારને લગત કામગીરી માટે મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર રાજકોટમાં કામગીરી અંગે જણાવેલ પરંતુ અરજદારોની રજૂઆત મુજબ રાજકોટથી કોઇ પણ કામગીરીનો ઉકેલ આવતો નથી.

મોરબી જીલ્લાની સહકારની લગત કામગીરી બાબતે આપની કચેરી દ્વારા મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર રાજકોટને મોરબી જીલ્લાની કામગીરી કરવા અંગે સ્પષ્ટ સુચના આપવા અને જીલ્લાની કામગીરી માટે ચાર્જ સોંપવાની વ્યવસ્થા તાત્કાલિક કરીને મોરબી જીલ્લાની કામગીરી માટે જીલ્લા રજીસ્ટ્રાર મોરબી આપવાની માંગ કરી છે.(૨૩.૩)

(12:05 pm IST)