Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગોંડલમાં ૨૩ લાખનો દારૂનો જથ્થો ભરેલ ટ્રક પકડાયો

વાંકાનેરના રાતીદેવળીમાંથી ગઇકાલે ૩૭ લાખનો દારૂનો જંગી જથ્થો ઝડપી લીધા બાદ સતત બીજા દિવસે આર.આર. સેલનો સપાટો: દારૂની બોટલ નંગ ૭૧૦૪ તથા ટ્રક મળી ૩૨.૮૪ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ : રેન્જ આઇ.જી. સંદિપસિંહના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.પી.વાળાની ટીમને વધુ એક સફળતા

તસ્વીરમાં પકડાયેલ દારૂના જથ્થા સાથે ડ્રાઇવર (નીચે બેઠેલ) અને આર.આર. સેલની ટીમ નજરે પડે છે.

રાજકોટ તા. ૪ : ગોંડલમાં બાયપાસ જવાના રસ્તેથી ૨૩ લાખના દારૂ ભરેલા ટ્રકને આર.આર. સેલની ટીમે ઝડપી લીધો હતો. ગઇકાલે વાંકાનેરના રાતીદેવળી ગામની સીમમાંથી આર.આર. સેલે ૩૭ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ સતત બીજા દિવસે દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહે આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળા તથા તેમની ટીમને કડક વાહન ચેકીંગ કરવા જણાવેલ જે અન્વયે આર.આર.સેલના નરેન્દ્રસિંહ રાણા તથા દિગ્વિજયસિંહ ઝાલા તથા કોવશીકભાઈ મણવર તથા શકિતસિંહ ઝાલા નાઓ ખાનગીરાહે ચોકકસ હકિકત મળેલ કે રાજકોટ જીલ્લાના ગોંડલ સિટી પો.સ્ટે. વિસ્તારના ગોંડલ બાયપાસ રોડ મેલડીમાં મંદિર પાસેથી ટ્રક MH-12-AU-6135 માં ઇંગ્લીશ દારૂનોઙ્ગ મોટો જથ્થો ભરી નીકળનાર છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ સ્ટાફ મોકલી વાહન ચેકીંગ કરાવતા હકીકત વાળો ટ્રક MH-12-AU-6135 નિકળતા ટ્રક રોકી ટ્રક ખોલી ચેક કરતા કન્ટેનરમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૭૧૦૪ કિ.રૂ.૨૨.૭૯.૨૮૦ કન્ટેનર ટ્રક-૧ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦ અને રોકડા રૂ.૩૦૦૦ઙ્ગ તથા તાલપત્રી કી.રૂ.૧૦૦૦ તથા રસ્સો કી.રૂ.૫૦૦ મળી કુલ રૂ.૩૨.૮૪.૨૮૦નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર ચંદ્રશેખર રામસિંગ યાદવ જાતે આહીર રહે તુગારફાંટા શાંતિવલી તા.વસઈ જિલ્લો મહારાષ્ટ્ર વાળાને ધોરણસર અટક કરી અને ટ્રક માલીક તથા મુંબઇથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર અને સદર માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ ગોંડલ સિટી પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

આર.આર. સેલની ટીમે મોરબી બાદ રાજકોટ જિલ્લામાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા સૌરાષ્ટ્રના બુટલેગરો નાસીપાસ થઇ ગયા છે.(૨૧.૧૪)

 

(11:59 am IST)