Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

મોરબીના ફાયરીંગ પ્રકરણમાં પાંચ શાર્પ શુટરોને બે-બે લાખ મળવાના હતાઃ મનોજસિંગનું નામ ખુલ્યુ

શાર્પશુટર મીથીલેસે પોલીસ સમક્ષ વટાણા વેર્યા : બંનેને જેલહવાલે કરાયા

મોરબી તા. ૪ : મોરબીના કાલિકા પ્લોટમાં ફાયરીંગ પ્રકરણમાં શાર્પશૂટર સહિતના બે આરોપીને ગુરુવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હોય જે રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જેલહવાલે કર્યા છે. જો કે પોલીસ પૂછતાછમાં શાર્પશુટરે દરેકને બે-બે લાખ મળવાના હતા તેવી કબુલાત આપી હતી.

મોરબીના કાલિકા પ્લોટમાં એક માસ પૂર્વે થયેલા ફાયરીંગ પ્રકરણમાં બાળકનો ભોગ લેવાયા બાદ ફાયરીંગ અને હત્યાનો ગુન્હો નોંધાયો હતો. જેમાં અગાઉ કુલ છ આરોપી ઝડપાયા બાદ એક શાર્પ શુટર મીથીલેસ રામજીભાઈ પાઠક રહે- સોઢીલા બિહાર વાળાને એટીએસ ટીમે બિહારથી ઝડપી લીધો હતો તો અન્યઙ્ગઆરોપી વિજયસિંહ એચ. ચુડાસમા,ઙ્ગમુળુરાજસિંહ એ. જાડેજા અને ઋષિ ડી. મેહતા સહિતના ત્રણય આરોપી પોલીસ સમક્ષ શરણાગતી સ્વીકારી હતી જે પૈકીના શાર્પ શૂટર મીથીલેસ રામજીભાઈ પાઠક અને મુળુરાજસિંહ જાડેજાના ગુરૂવાર સુધીના રિમાન્ડ મંજુર થયા હોય દરમિયાન તપાસ ચલાવતા એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, મહેન્દ્રસિંહ ઝાલા અને ફતેસિંહ પરમારની ટીમ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ ચલાવવામાં આવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી બાકી રહેલા બંને આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

કાલિકા પ્લોટ ફાયરીંગ પ્રકરણમાં શરૂઆતથી ધીમી તપાસ બાદ એટીએસ ટીમે શાર્પશૂટરને બિહારથી દબોચી લીધો હતો જે ઇસમની રિમાન્ડ દરમિયાન આકરી પૂછરપછ કરતા ફાયરીંગ માટે આવેલા પાંચ પ્રોફેશનલ શૂટરોને ૨-૨ લાખની રકમ મળવાની હતી તેવી કબુલાત આપી છે તેમજ  શાર્પશૂટર મીથીલેસે મૂળ યુપીના અને હાલ અમદાવાદ રહેતા મનોજસિંગ મારફત હિતુભાના સંપર્કમાં આવ્યો હોવાની કબુલાત આપી છે જોકે મનોજસિંગ અને હિતુભાના કનેકશન વિષે કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી મળી શકી નથી.(૨૧.૧૬)

(11:54 am IST)