Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજકોટ પ્રાદેશિક નિયામક કક્ષાની ન.પા.ની બેઠક યોજાઈ

ખંભાળિયા, તા. ૩ : તાજેતરમાં રાજકોટ પ્રાદેશિક ન.પા. નિયામકની હેઠળ આવતી ૩૦ નગરપાલિકાના પ્રમુખ, ઉંપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા પાલિકા ચીફ ઓફિસરો તથા ઈજનેરોની એક ખાસ બેઠકનું આયોજન રાજ્યના મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા પ્રાદેશિક નિયામક ધીમંત વ્યાસની ઉંપસ્થિતિમાં યોજાઈ હતી. જેમા મહત્વની કામગીરી કરવામાં આવી હતી.
તમામ ન.પા.ઓ દ્વારા આપવામાં આવેલી ગ્રાંટોના હિસાબો થયેલ, કામો અને બાકીના કામોની વિગતો પણ માંગવામાં આવી હતી.
કરોડોની ગ્રાંટો વાપરવાની બાકી !
પ્રાદેશિક ન.પા. નિયામક દ્વારા તથા ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દ્વારા વિકાસ કાર્યો માટે જોઈતા નાણા ફાળવવા તથા બાકી ગ્રાંટોનો ઉંપયોગ તાકીદે કરવા સૂચનો કરાયા હતા તથા ટેન્ડર પ્રકરણમાં મોટા પેકેજના બદલે નાના કરવા જેથી વધુ ઝડપથી કામ થઈ શકે તેની સૂચના આપવામાં આવી હતી. મંજુરી કામોની બાકી હોય તો તેના માટે કેમ્પો યોજીને નિરાકરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાલિકાઓમાં ઝડપી વિકાસ કાર્યો થાય તે માટે પ્રયાસો કરવા જણાવ્યુ હતુ

 

(10:36 am IST)