Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ગોંડલ ભાજપ પ્રમુખના બંધ મકાનમાં તસ્‍કરો ત્રાટકયા : રોકડ રકમની ચોરી

પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા સુરત લગ્નમાં ગયા'તાને બંધ મકાનમાં ચોર ખાબક્‍યા : પોલીસમાં ફરીયાદ કરવાનું ટાળ્‍યું

તસ્‍વીરમાં ભાજપ પ્રમુખના મકાનમાં વેરવિખેર ઘરવખરી નજરે પડે છે. (તસ્‍વીર : હરેશ ગણોદીયા ગોંડલ)

ગોંડલ તા. ૨: ગોંડલ શહેર અને તાલુકાના ગામડાઓમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધતાં જાય છે ત્‍યારે ગઈકાલે ગોડલ શહેરના ગાયત્રી નગરમાં રહેતા ગોડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા ના મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્‍યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ શહેર ભાજપ પ્રમુખ સુરત મુકામે લગ્ન પ્રસંગે પોતાના પરિવાર સાથે ગયા હતાં એ દરમ્‍યાન તસ્‍કરોએ તેમના ઘરના તાળા તોડીને અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સામાન કબાટ સહિત ચીજ વસ્‍તુઓ વેર વિખેર કરી નાખી હતી આ બનાવ ની જાણ ગોંડલ નગરપાલિકા સદસ્‍યો અને ભાજપ અગ્રણીઓ સહિતના ને થતાં ધટના સ્‍થળે દોડી ગયાં હતાં ત્‍યારે સુત્રો માંથી જાણવા મળતી વિગતો માત્ર રૂપિયા ૧૨૦૦૦ હજાર ની રોકડ રકમની ચોરી થઇ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે આ બનાવ ને લઈને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી.

(11:42 am IST)
  • પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાત દરિયાકાંઠેથી 18 માછીમારો સહિત 3 બોટ બળજબરીથી ઉપડી ગયાનું જાહેર થયું છે access_time 12:50 am IST

  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST