Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

દેશમાં દુષ્‍કર્મ સામેના આક્રોશ વચ્‍ચે કચ્‍છમાં સગીરા ઉપર દુષ્‍કર્મ

ભચાઉના ખોડાસર ગામે દુકાનદારે સગીરાને ગિફટની લાલચ આપીને દુષ્‍કર્મ આચર્યુ

ભુજ, તા.૩:  હૈદરાબાદ અને ગુજરાત સહિત વિવિધ જગ્‍યાએ સામે આવી રહેલા બળાત્‍કારના કિસ્‍સાઓથી દેશમાં આક્રોશ છે અને તે વચ્‍ચે ઠેરઠેર મહિલાઓની સુરક્ષા અને હેવાન આરોપીઓને કડક સજાની માંગ થઇ રહી છે. તે વચ્‍ચે કચ્‍છમાં પણ એક સગીરા પર દુષ્‍કર્મની દ્યટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. ૧૭ વર્ષીય સગીરાના વાલીએ આ અંગે લાકડીયા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે. અને દુષ્‍કર્મ સહિત એટ્રોસીટી એક્‍ટની કલમો તળે એસ.સી.એસ.ટી સેલના ડી.વાય.એસ.પીએ મામલાની તપાસ શરૂ કરી છે. ભચાઉ તાલુકાના ખોડાસર ગામની કરીયાણાની દુકાને જતી સગીરાનો પરિચય એક યુવાન સાથે થયા બાદ યુવાને લગ્નની લાલચ આપી સગીરા સાથે સંબધો કેળવ્‍યા હતા. બાદમાં યુવકે સગીરાને એક ફોન પણ આપ્‍યો હતો અને ગઇકાલે સગીરાને ફોન કરી તારા માટે ગીફટ લાવ્‍યો છું, તેવું પ્રલોભન આપી પવનચક્કી નજીક એક કારમાં ગીફટ છે. તેવુ કહી સગીરાને ત્‍યા બોલાવી હતી. જોકે, સગીરા ત્‍યા પહોચી ત્‍યારે ગીફટ અને કાર બન્ને ન હતા પણ યુવક થોડી વાર રહી ત્‍યા આવ્‍યો હતો અને સગીરા સાથે બળજબરી પુર્વક બળાત્‍કાર ગુજાર્યો હતો. સાંજ સુધી સગીરા પાછી ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી દરમ્‍યાન યુવક સગીરાને જો કોઇને કહીશ તો તારી પરિવારને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી અને બાઇક પર તેણીને દ્યર નજીક છોડીને ભાગી ગયો હતો. લાંબો સમય દ્યરથી બહાર ગયેલી સગીરાની પરિવારે ચિંતાᅠ કરીને તે કયાં ગઈ હતી તે વિશે પરિવારે પુછતાં સગીરાએ પોતા સાથે બનેલ સમગ્ર ધટના કહી હતી. તે જાણીને પરિવારે દુકાનદાર ઉમેદગર ખીમગર ગોસ્‍વામી સામે દુષ્‍કર્મ અંગેની લાકડીયા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલિસે આરોપી યુવાનને ઝડપવા કાર્યવાહી શરૂ કરી છે.

 ગુજરાતમાં પણ દુષ્‍કર્મના બનાવો વધી રહ્યા છે..

સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં દુષ્‍કર્મના ત્રણ થીયે વધુ કિસ્‍સાઓ સામે આવ્‍યા છે. હૈદરાબાદમાં સામુહિક બળાત્‍કાર સાથે યુવતીની હત્‍યાની દ્યટનાથી સમગ્ર દેશમાં આક્રોશ છે. સરકાર કડક કાયદો બનાવવાના દાવા કરી રહી છે પણ દુર્ભાગ્‍યે દુષ્‍કર્મની વધુ એક દ્યટના કચ્‍છ પોલિસના ચોપડે નોંધાઇ છે. જેના કચ્‍છમાંᅠ દ્યેરા પ્રત્‍યાધાત પડ્‍યા છે. જોકે, કચ્‍છ પોલિસે દેશની વર્તમાન સ્‍થિતીને જોઇને દુષ્‍કર્મના આ બનાવની તપાસ ઝડપી બનાવી છે.

(10:40 am IST)
  • રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત : યુટીલીટી,ખાનગી ટ્રાવેલ્સ,અને આઇસર વચ્ચે અથડામણ : ટ્રાવેલ્સમાં બેઠેલા તમામ હેમખેમ access_time 11:47 pm IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST