Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

જામજોધપુરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ શખ્સો ઝડપાયા

જામજોધપુર તા. ૩ : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ઈલાબેન રાણાભાઈ બારીયા એ ફરીયાદ નોંધાવી છે કે, હરસાજણનેસ જવાના રસ્તે ભુરાભાઈ રાણાભાઈ મેવની વાડીના સામેના ભાગે આવેલ અવાવરૂ ખુલ્લી ઓરડીની દિવાલની આડશમા ભુરાભાઈ રાણાભાઈ મેવ, કેશુભાઈ ગીગાભાઈ ભુતીયા, ભીમાભાઈ વજશીભાઈ ભુતીયા, મંગુબેન ચંદુભાઈ રાજાભાઈ નનેણા, ચેતનાબેન હર્ષદભાઈ ચીમનભાઈ ઘેટીયા, માલીબેન નાથાભાઈ મુળુભાઈ બાપોદરા એ જાહરમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૭૬પ૦ તેમજ ગંજીપતા ના પાના તથા ટોર્ચ બતી નંગ–૧, કિંમત રૂ.૧૦૦ મળી કુલ રૂ.૧૭૭પ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોરકંડા રોડ ઉપર જુગાર રમતી છ મહીલા સહીત નવ ઝડપાયા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. આફતાબભાઈ હુશેનભાઈ સફીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મોરકંડા રોડ રબ્બાની પાર્ક શેરી નં.૧, જામનગરમાં આ કામના આરોપી કાદર ઈશાકભાઈ હાલેપોત્રા, ગુલામહુશેન મહમદહુશેન ખીરા, સલીમભાઈ મામદભાઈ ખફી, મંજુબેન પરેશભાઈ હરસુખલાલ ફફરીયા, મનીષાબેન હરીશભાઈ ઉર્ફે રમેશભાઈ મહેતા, રુકશાના મુસાભાઈ નાથાણી, હેતલ સંદીપભાઈ આણદાણી, પુજા હીતેષભાઈ  નવીનભાઈ ભુવા, નઝમાબેન ઈરફાન આમનભાઈ સોનારા, રે. જામનગરવાળા જાહેરમાં હારજીત કરતા રોકડા રૂ.૧ર૮૦૦ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(3:40 pm IST)