Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબી :ગુજરાત ચુંટણીનો નગારે ધા, જાણો મતદાન સહિતની વિગતો.

મોરબી :  ગુજરાત વિધાનસભાની 182 બેઠકોને લઈને આજે ચૂંટણીનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આગામી પ્રથમ તબક્કામાં 1 ડીસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડીસેમ્બરે મતદાન યોજવામાં આવશે. ચૂંટણીનું પરીણામ 8 ડીસેમ્બરે યોજવામાં આવશે. 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ મળશે

 ચૂંટણીપંચે વિધાનસભાની ગુજરાતની ચૂંટણીઓને લઈને તૈયારીએ અંગે કહ્યું કે, નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ મળશે. હવે આ લોકો આ વખતે મતદાન કરી શકશે. ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ 1 જાન્યુઆરી 2023 પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત.

તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા અપાશે. તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે.51,782 કુલ મતદાન મથકોની સંખ્યાવિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. ગુજરાતમાં 4.9 કરોડ મતદારો છે. 3.24 લાખ નવા મતદારો ઉમેરાયા છે. 51,782 કુલ મતદાન મથકોની સંખ્યા રહેશે.182 મતદાન મથકો દિવ્યાંગ મતદારો માટે1274 મહિલા મતદાન મથકો, નવા 3.24 લાખ મતદારો નોંધાયા છે. આ વખતે યુનિક મતદાન મથકો બનાવાયા. 142 મોડેલ મતદાન મથકો હશે 1274 વિશેષ મહિલા મતદાન મથકો1274 વિશેષ મહિલા મતદાન મથકો રહેશે. માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ રહેશે. 182 મતદાન મથકોનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે.
દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે. 80 કિ.મી. દૂરથી આવવું પડતું હતું હવે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાશે. 283 મતદારો છે. 1 વોટ લેવા માટે 15 જણાનો સ્ટાફ જશે. જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે. સિદી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન સુવિધા રહેશે. માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે. શિયાળબેટના એક મતદાર માટે 15 લોકોની ટીમ ફાળવાશે, રાજ્યમાં 1417 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા

(10:54 pm IST)