Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

નેત્ર મહેતાની શિવભક્‍તિ પોતાના પરિવારના મદદે આવી હોય તેવુ દુર્ઘટનામાંથી બચેલા રાજુલાના મહેતા પરિવારને મહેસૂસ

રાજુલા, તા.૩: શહેરના દુર્લભ નગર સોસાયટી માં રહેતા અને પશુ ચિકિત્‍સક તરીકે ફરજ બજાવતા સાગર ભાઈ ભાનુભાઇ મહેતા નો પાંચ સભ્‍યોનો પરિવાર છે.

ભાનુભાઇ મહેતા પુર્વ પશુ ચિકિત્‍સક તરીકે ફરજ બજાવતા હતા પોતાના પરિવાર માં એક દિકરો અને પુત્રવધુ પોતાના દિકરાની દિકરી ને દિકરા સાથે રાજુલા ખાતે રહે છે અને બે દિકરીઓ છે મોટી દિકરી જુનાગઢ ખાતે સાસરે છે અને નાની દિકરી કેશોદ ખાતે સાસરે રહે છે નવા વર્ષનો પાવન પવિત્ર તહેવાર એટલે બન્ને દિકરીને ત્‍યાં ભાઈબીજ કરીને ભાનુભાઈના મોરબી ખાતે પોતાના બેન બનેવી રહેતા હોવાથી આ પરિવાર ત્‍યાં નવા વર્ષની શુભેચ્‍છા મુલાકાતે ગયા હતા આ પરિવાર અને પોતાના બેન બનેવી અને ભાણેજો સાથે અગીયાર જેટલા લોકો આ ઝુલતા પુલનો આનંદ માણવા માટે પહોંચ્‍યા હતા એકાએક ભાનુભાઈના  દીકરાનો દીકરો નેત્ર રડવા લાગ્‍યો જેથી આ પરિવાર આ પુલ ઉપર સો જેટલા ફુટ સુધી ગયો હતો ત્‍યાં ભાનુભાઈનો દિકરો સાગર મહેતા દ્વારા પોતાના પરિવાર વાર સાથે મોબાઇલ ફોન માં એક સેલ્‍ફી ફોટા પાડી ને મોબાઈલમાં સ્‍ટેટસ રાખેલો અને નેત્ર ના રડવાના કારણે આ પરિવાર પરત ફર્યા હતો મોરબીના કહેવાતા સાંઢીયા પુલ ઉપર  પોષતા સાગર મહેતાના મોબાઈલમાં સ્‍ટેટસ ઉપર રાખેલો ફોટા જોઇને પોતાના મિત્રોએ ફોન કરી ઝુલતા પુલ તુટવાની જાણકારી આપતા આ પરિવાર થોડાક સમય માટે હેબતાઈ ગઈ હતો આ ગોઝારી ઘટનામા પોતાનો પરિવારનો નેત્રના રડવાના કારણે આબાદ રીતે બચાવ થયો હતો. આ બનાવ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા આ પરિવારની મુલાકાત લઇને સાગર મહેતા સાથે વાતચિત કરતા સાગર મહેતા દ્વારા જણાવ્‍યું હતું કે અમે લોકો કચ્‍છ જાવાના હતા પરંતુ દિવાળી તહેવારના કારણે લોકોને ભારે ભીડ હોવાથી અમારો પરિવાર કચ્‍છ જવાનું બંધ રાખેલ અને મોરબીના ઝુલતાપુલ લાદી સ્‍ટાઇલના કારખાના ધાર્મિક સ્‍થળોએ ફરવાનું નક્કી કર્યું અમે લોકો પેહલા ઝુલતા પુલની મુલાકાત ગયા પરંતુ મારો દિકરો નેત્ર એકાએક રડવા લાગ્‍યો અમે લોકો સો ફૂટ સુધી પુલ ઉપર ગયા ત્‍યાં પરિવાર સાથે મેં એક સેલ્‍ફી ફોટો પાડીયોને મારા મોબાઈલના  whatsappના સ્‍ટેટસ ઉપર મૂકયો ત્‍યાંથી પરત ફર્યા હતા ત્‍યાં મારા મિત્રોના ફોન આવા લાગ્‍યા કહેવા લાગ્‍યા કયાં છો તું ભાઈ ત્‍યારે મેં કહેલું કે હું મોરબી છું ત્‍યારે કહેલું કે મોરબીનો ઝુલતો પુલ તૂટીને ધરાશાહી થયો છે આ વાત સાંભળીને હું અને મારો પરિવાર થોડાક સમય માટે હેબતાઈ ગયો હતો ત્‍યારે મને એવું  લાગ્‍યું કે અમારા પૂર્વજનો ના આશીર્વાદ અને મારા દીકરા માં રહેલી શિવભક્‍તિ અમારા પરિવારને આજે બચાવી હોય તેવું મને લાગી રહ્યું છે  નેત્ર મહેતા અમારા પ્રતિનિધિ દ્વારા પુછતા નેત્ર એ જણાવ્‍યું હતું કે મને જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા મેળાઓમાં હું મોટી મોટી રાઈડઝ માં બેસું છું પણ મને આ પુલ ઉપર કાંઈ અજબ-ગજબ લાગતું હોવાથી હું રડવા લાગ્‍યો હતો ત્‍યારે નેત્ર મહેતાની શિવભક્‍તિ આજે ભાનુભાઇ મહેતાના પરિવારને વારે આવી હોય તેવું અહેસાસ આ પરિવાર કરી રહ્યો છે.

(1:19 pm IST)