Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

કાલાવડ HDFC બેન્‍કના ગોડાઉનમાં આગ

જામનગર : કાલાવડમાં આવેલી એચડીએફસી બેન્‍કના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી હતી. આ અંગેની જાણ થતા તાત્‍કાલીક ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્‍થળે પહોંચ્‍યો હતો અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. અકસ્‍માતે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન બેંકના ગોડાઉનમાં જ્‍યાં જનરેટર રાખ્‍યુ હતું ત્‍યાં જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બેંકનું કેટલુંક રેકર્ડ બળીને ખાખ થઇ ગયું છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(2:04 pm IST)