Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામા એકાદ વર્ષ પહેલા એક વેટ અધિકારી લાંચ લેતા હોવાના વીડિયો વાયરલ થયાની લાંબા સમયની તપાસ બાદ આજૂ એસીબી દ્વારા નિવૃત વેટ અધિકારીની ઝડપી લઇ તેના વિરુદ્ધ ગુનો નોંધી તેના ઘરે સર્ચ ઓપરેશન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩ :   દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળીયા ખાતે અંદાજિત એકાદ વર્ષ પહેલા એક વેટ અધિકારી લાંચ લેતા હોવાના વીડિયો વાયરલ થયો હતો.

   જે સમગ્ર મામલો એસીબી સમક્ષ પહોંચ્યો હતો લાંબા સમયની તપાસ બાદ આજરોજ બપોરે એસીબી દ્વારા નિવૃત વેટ અધિકારીની ઝડપી લઇ તેના વિરુદ્ધ ગુનો નોંધી તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું બિન સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ચોક્કસ સત્તાવાર માહિતી મોડીરાત્રે બહાર પાડવામાં આવશે તેવી શક્યતા છે.

(4:07 pm IST)