Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જામનગરનાં હડીયાણામાં બિમારીથી કંટાળીને પરિણિતાનો આપઘાતઃ ટોડા ગામે ગુપ્ત ભાગે ઇજાથી યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: જોડીયા તાલુકાના હડીયાણા ગામે રહેતા કિશોરભાઈ સવજીભાઈ નકુમ, ઉ.વ.૪૪ એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧–૧૧–ર૧ ના આ કામે મરણજનાર ગીતાબેન કિશોરભાઈ નકુમ, ઉ.વ.૩૯, રે. સરકારી દવાખાના પાછળ, હડીયાણા ગામવાળા ને છેલ્લા ત્રણ વર્ષ થયા બી.પી.ની તથા થાયરોડ ની બિમારી હોય જે બિમારીથી તેઓ કંટાળી જઈ તેઓએ પોતાની હાથેથી પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામે રહેતા સિઘ્ધરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, ઉ.વ.ર૯ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર–૧૧–ર૧ ના ટોડા ગામે આ કામે મરણજનાર જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, ઉ.વ.રર, રે. ટોડા ગામવાળા અકસ્માતે પગ લપસી જતા ટ્રેકટરાના પાછળના રાપના ભાગે આવી જતા ગુપ્ત ભાગે રાપ ફરી વળતા મોટી ઈજા નો કાપો પડી ગયેલ હોય જેથી સારવાર લાવતા મરણ થયેલ છે.

શકના આધારે માર માર્યો

સિકકા પોલીસ સ્ટેશનમાં અકરમભાઈ આમદભાઈ સંઘાર, ઉ.વ.૧૯, રે. નાજ સિનેમા પાછળ, સિકકા  ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૧૧–ર૦ર૧ ના સિકકા થી મુંગણી રોડ મુંગણી ગામના પુલીયા પાસે આરોપી સુખદેવ કંચવા ને શક હોય કે તેમની બાતમી ફરીયાદી અકરમભાઈ પોલીસને આપે છે જેથી ફરીયાદી અકરમભાઈને માર ખવરાવવાના ઈરાદે ફરીયાદી અકરમભાઈ મીત્ર આરોપી ક્રિપાલસિંહ મુંગણી ને બોલાવી થોડવાર વાતો કરી બાદમાં પોતે ત્યાંથી જતો રહી અને તે બાબતની જાણ તેના મીત્રો સુખદેવ કંચવા તથા તેની સાથેનાને કરતા તે લોકો ફરીયાદી અકરમભાઈને મુગણી ગામના પુલીયા પાસે આતરી અને ફરીયાદી અકરમનેવાસાના ભાગે ગળા પાસે તથા પગમાં આગળના ભાગે લાકડીના ઘા કરી મુંઢ ઈજા કરી તથા સાહેદ સાકીબ રજાકને બને પગે આગળ ભાગે તથા ડાબા હાથે લાકડીના ઘા કરી મુઢ ઈજા કરી તેમજ ફરીયાદી અકરમભાઈ ના એકસેસ મોટરસાયકલમા આગળ લાકડીના ઘા કરી લાઈટ તોડી નાખી નુકશાન કરી તથા ફરીયાદી અકરમભાઈનો મોબાઈલ રેડ મી ની ડિસ્પ્લે તોડી નાખી નુકશાન કરી બંન્ને તેના મોટરસાયકલથી જતા રહી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રીતેષભાઈ અમૃતલાલ કુબાવત એ ફરીયાદ નોંધાવી છે કે ,તા.ર–૧૧–ર૧ ના ગુલાબનગર આ કામના આરોપી ધૃવરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબજા ની એકસેસ મોટરસાયકલના રજી.નં. જી.જે.૧૦–ડી.સી.–૭૭૮૧ ની ડેકીમાં ભારતીય બનાવટની વિદેશી પીવાના દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સુર્યવંશી હોટલ પાસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ બાબુભાઈ ખોલા એ ફરીયાદ નોંધાવી છે કે ,તા.ર–૧૧–ર૧ ના બેંક ઓફ બરોડા વાળી ગલી, સુર્યવંશી હોટલની પાસે આ કામના આરોપી જયેશભાઈ મનજીભાઈ નંદા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાની સાથે નીકળી ભારતીય બનાવટની ઈંગ્લીશ પીવાના દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

દરેડમાં જુગાર રમતા છ ઝડપાયા

 પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૧૧–ર૧ના અબ્બાસભાઈની હોટલની સામે, અજીમભાઈની ખોલીની પાસે, દરેડમાં આ કામના આરોપીઓ અખીલેશ કેશરીલાલ જાટવ, રાજુ કરંજુભાઈ પ્રજાપતિ , બ્રીજેશ રતીરામ જાટવ, પ્રશાંત દશરતભાઈ જાટવ, હરનામ બાબુજી જાટવ, રામસ્વરૂપ રામલાલ જાટવ, રે. દરેડ ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(12:55 pm IST)