Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મોરબીના લાલપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ૪ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩: મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ પનામા સિરામિક ઓરડીના ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્ત્।ાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને ૧૨,૫૦૦ ની રોકડ લીધા હતા.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન લાલપર ગામ નજીક પનામા સિરામિક ઓરડીના ઓટલા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા સાગર ચંદુભાઈ અદ્યારા, જયદીપ ચંદુભાઈ શેરશીયા રહે બંને પંચાસર રોડ રાજનગર મોરબી, ચિરાગ ભરતભાઈ વડાવીયા રહે પંચાસર રોડ શ્યામ સોસાયટી અને અશોક સવજીભાઈ બાવરવા રહે વાવડી રોડ મીરાં પાર્ક મોરબી એમ ચારને ઝડપી લઈને ૧૨,૫૦૦ ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:44 pm IST)