Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડકમાં સામાન્‍ય ઘટાડો

નલીયા ૧૬.૭ ડિગ્રી, રાજકોટમાં ર૦.પ ડિગ્રી લઘુતમ તાપમાન

 

રાજકોટ તા. ૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર ઋતુના માહોલ વચ્‍ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાઇ રહી છે. જો કે આજે ઠંડીમાં સામાન્‍ય રાહત થઇ છે. સવારના સમયે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઉનાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે. સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ખુશનુમા વાતાવરણનો અનુભવ થાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૩ મહતમ, ર૧ લઘુતમ, ૭૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયા કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન ડિગ્ર

વડોદરા

૧૭.૦ ડિગ્રી

ભાવનગર

ર૦.૦ ડિગ્રી

ભુજ

ર૦.ર ડિગ્રી

દમણ

રર.૪ ડિગ્રી

ડીસા

૧૮.૦ ડિગ્રી

દીવ

ર૦.૮ ડિગ્રી

દ્વારકા

ર૩.૦ ડિગ્રી

કંડલા

૧૯.પ ડિગ્રી

નલીયા

૧૬.૭ ડિગ્રી

જામનગર

ર૧.૦ ડિગ્રી

ઓખા

રપ.ર ડિગ્રી

પોરબંદર

ર૧.પ ડિગ્રી

રાજકોટ

ર૦.પ ડિગ્રી

સુરત

ર૧.૬ ડિગ્રી

વેરાવળ

રર.૪ ડિગ્રી

 



 

(11:39 am IST)