Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અંતે દુધરેજ-વઢવાણ પાલિકાના ચિફ ઓફિસરની બદલી

પાલિકા પ્રમુખ સહિતના દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરાઇ હતી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩ : કાલે મોડી સાંજે સમગ્ર ગુજરાતના નગરપાલિકાના ૩૨ જેટલા ચીફ ઓફિસરની બદલી કરી નાખવામાં આવી છે જેવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા ની પણ બદલી કરી અને તેમને મોડાસા ખાતે મુકી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય ગાળા થી દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકામાંથી ઓફિસરની સારી એવી ફરજ બજાવતા હતા.

નગરપાલિકાના ઓફિસર વિકાસ કરવા શહેરનો ઇચ્છિ રહ્યા હતા પરંતુ પાલિકા પ્રમુખો નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી માટે મુખ્યમંત્રી સુધી સંગઠનના હોદ્દેદારો અને પાલિકા પ્રમુખ દ્વારા સાત વખત રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ મુખ્યમંત્રી દ્વારા પણ આ મામલે કોઇપણ જાતનો સાંભળવામાં ન આવ્યું હતું અને અંતે ગુજરાત રાજયના જે તમામ ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે તેમની સાથે જ પાલિકા ચીફ ઓફિસરની બદલી કરાઈ છે.

એક સમયે સુરેન્દ્રનગરના રોડ રસ્તાઓ ઉપર ત્રણ ત્રણ ફૂટના ખાડા હતા તે સમયે ગુજરાત રાજય સરકાર દ્વારા વિચારણા કરી અને સુરેન્દ્રનગર પાલિકા ચીફ ઓફિસર તરીકે સંજયભાઈ પંડ્યા મૂકવામાં આવ્યા હતા તે સમયે સુરેન્દ્રનગર ખાડા નગર તરીકે ઓળખાતું હતું અને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત હતું તેવા સંજોગો એવા સરકાર અનેક પ્રકારના પ્રોજેકટો કામ મૂકી અને રિવરફ્રન્ટ રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓ પાણીની પાઈપલાઈનો ભૂગર્ભ ગટરો ઓવરબ્રિજ છેવાડાના માનવી સુધી વિકાસના કામો સતત ચીફ ઓફિસર દ્વારા વ્યવસ્થા ઊભી કરી અને પહોંચાડવામાં આવ્યા છે ત્યારે એક સમયે ખાડા નગર સુરેન્દ્રનગર કહેવાતું હતું તે હાલમાં સુંદર નગર બનવા તરફ જઇ રહ્યું છે તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર નો ફાળો વધુ છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર તમને યાદ રાખશે એવા નાદ સાથે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની જનતા એ શોક વ્યકત કર્યો છે.ગઇકાલે મોડી રાત્રે ચીફ ઓફિસર સંજય પંડ્યા ની મોડાસા ખાતે બદલી કરી નાખવામાં આવી છે ત્યારે આ મામલે તેમની પૂછપરછ કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી વિકાસના કામોને મારાથી બનતા તમામ પ્રયાસો કરી અને વેજ આપવામાં આવ્યો છે અને હું મારા કામથી અડગ રહ્યો છું અને શહેરીજનોના વિકાસની વાત માં વધુ રસ રાખી અને અનેક નવા પ્રોજેકટો સરકારમાં મૂકયા છે ત્યારે છેલ્લા છ માસથી પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા અનેક મને માનસિક અસરો આવ્યા પરંતુ મારું લક્ષ્ય એક જ હતું તે સુરેન્દ્રનગરની જનતા સુધી વિકાસના કામ પહોંચાડું અને સરકારી યોજના સુરેન્દ્રનગર નાં આવડ ના દ્યર સુધી પણ પહોંચે તે જ મારો આશરે હતો સુરેન્દ્રનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકેની ફરજ બજાવતા હું મારી જીવનની યાદગાર પળ આગણી રહ્યો છું એમ કહી અને સુરેન્દ્રનગર પાલિકા ચીફ સંજયભાઈ પંડ્યા એ પોતાનું સુરેન્દ્રનગર માં છેલ્લું નિવેદન આપ્યું હતું.

(11:36 am IST)