Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જામનગરના ઠેબા ગામમાં ૭ દુકાનો આંગણવાડીમાં થયેલ ચોરીમાં ૯ વર્ષથી ફરાર ઘરફોડી કરતી મધ્યપ્રદેશની ગેંગના સાગરીતને રાજકોટ હડાળા પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

જામનગર, તા.૩: જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન  સુચના તેમજ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજય બહારના રહેવાસી હોય તેવા નાસતા-ફરતા આરોપીઓની માહીતી મેળવી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા ભરતભાઇ ડાંગરનાઓને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના પંચ એ ડીવી.પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૫૩/૨૦૧૨, ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦,૫૧૧,૧૧૪ વિ.મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી હતરીયા મગરસીંગ મસાણીયા ઉ.વ.૩૫ રહે.જાઇ ગામ તા.કુકશી જી.ધારા મધ્યપ્રદેશવાળો હાલ રાજકોટ જીલ્લાના હડાળા ખાતે હોવાની હકીકત આધારે સદરહુ હકિકતવાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે પંચ એ ડીવી પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઇ એ.એસ.ગરચર તથા પો.હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મહિપાલભાઇ સાદિયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ.મેહુલભાઇ ગઢવી તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(11:34 am IST)