Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કવિ 'હેમાળવી' સંચાલિત સૌરભ સંસ્થાન

રાજુલાના ઉપક્રમે કવિ સંમેલન યોજાયું : સુપ્રસિધ્ધ લોક ગાયક શૈલેષ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ

રાજુલા :  શહેર ખાતે શશીભાઈ રાજયગુરૂ, કવિ 'હેમાળવી' સંચાલિત સૌરભ સંસ્થાન-રાજુલા ના ઉપક્રમે કવિ સંમેલન સુપ્રસિદ્ઘ લોક ગાયક શૈલેષભાઈ વાઘેલાની નીશ્રામા યોજાયું હતું. દિપ પ્રાગટય અને પ્રાસંગીક પ્રવચનમા શશીભાઈ રાજયગુરૂએ સંસ્થા પરીચય અને રાજુલા વિસ્તારના કવિઓ લેખકો ગાયકો અને સાહિત્ય સર્જકોને સ્ટેજ મળી રહે તે હેતુથી કવિ સંમેલન, પરીસંવાદો લોક ડાયરાઓના વખતો વખત થતા આયોજનનો ચીતાર આપ્યો હતો. શૈલેષભાઈ વાઘેલાએ તેમની આગવી શૈલીમા ગાંધીજી પરની સંવેદના અને દિકરી વિદાય પર લખેલા સ્વરચિત ગીતો રજુ કર્યા હતા. લોકસાહિત્ય અને પ્રસંગો પોતાની આગવી રીતે રજુ કર્યા હતા. કવિ જે.પી.ડેર દ્વારા કૃષ્ણ ભકિતના ગીતો રજુ થયા હતા. કવિ 'હેમાળવી' દ્વારા કૃષ્ણ ની વ્યથા અને સ્મીત પરની શ્રૃગાર ગઝલ અને દેવભૂમિ દેવકા સ્વરચિત ગીત તેમના જ સ્વર મા રજુ કરાતા કર્ણપ્રિય રહ્યા હતા. કવિ જગદીશભાઈ રાવલ, વિજયભાઈ પ્રજાપતિ, નવીન્દ્રભાઈ નાયી, વરુણભાઈ આહિર, શામજીભાઈ બાબરીયા,રાહુલભાઈ મહેતા,યોગેશ્વરીબેન જોષી, યશ્વી જોષીએ સુમધુર ગીત ગઝલ રચનાઓ રજુ કરી હતી.આ કાર્યક્રમમાં ગાંધી મંદિરના કેમ્પસ ડાયરેકટર પ્રવિણભાઇ જાની, નગરપલિકાના સદસ્ય રમેશભાઈ કાતરીયા, યાદવ યુવક મંડળના હર્ષદભાઈ હડીયા હાજર રહ્યા હતા. કવિ સંમેલનનું સંચાલન યશ્વિબેન જોષીએ કર્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઈ તેરૈયાએ જહેમત ઉઠાવી હતી.

(11:34 am IST)