Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ચોટીલા ડુંગર ઉપર સુપ્રસિધ્‍ધ ચામુંડા માતાજીના ભક્‍તો હવે ફોટા પાડી શકશે

વર્ષોથી ચામુંડા માતાજીની મૂર્તિના ફોટા વીડિયોની સખત મનાઇનો પ્રતિબંધ હતો : ચામુંડા માતાના લાખો ભક્‍તોમાં ખુશીની લહેર

(હેમલ શાહ દ્વારા)ᅠચોટીલા તા.ᅠ૩ : ચોટીલાના સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર ઉપર બીરાજમાન માતા ચામુંડાની મૂર્તિના ફોટા પાડવાની વર્ષોથી સખ્‍ત મનાઇ હતી ત્‍યારે આસો સુદ અગિયારસ થી હવે માતાજીની મૂર્તિના ફોટા વીડીયોની છુટ આપવાથી માડીના લાખો ભક્‍તોમાં ખુશીની લહેર ફરી વળી છે.
ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આખું વર્ષ દેશ વિદેશના લાખો યાત્રિકો આવતાં હોય છે. જયારે ડુંગર ઉપર બીરાજમાન ચામુંડા માતાજી ના ફોટા પાડવાની કે વીડિયો ઉતારવાની વર્ષો થી સખ્‍ત મનાઇ હતી પરંતુ આસો સુદ અગિયારસ સોમવાર થી હવે ચામુંડા માતાજીની મૂર્તિના ફોટા પાડવાની અને વીડીયો ઉતારવાની ભાવિકોને છુટ આપવામાં આવી છે.
ચામુંડા ડુંગર મહંત પરિવારᅠ એ જણાવ્‍યું હતું કેᅠપ્રતિબંધ અનેક ધાર્મિક યાત્રાધામમાં વર્ષો થી ચાલ્‍યો આવતો હતો જે ચોટીલામાં પણ ફોટોગ્રાફી અને વિડીયો ગ્રાફી ઉપર પ્રતિબંધ હતો અનેક વખત અનેક યાત્રિકોની એવી લાગણી વ્‍યક્‍ત થતી હતી પરિવારની કોઇ વ્‍યક્‍તિ હોસ્‍પિટલમાં અથવા વડીલ ઉમર લાયક ઘરે હોય માતાજી ઉપર અનહદ આસ્‍થા હોય તેવા ભાવિકોને લાઇવ દર્શનની ઇચ્‍છા અમો અમારા મોબાઇલ દ્વારા પુરી કરતા અનેક ભાવિકો નવા મોબાઈલ કે નવા કેમેરા કે ડીઝીટલ ગેઝેટમાં પ્રથમ માતાજીનો ફોટો લેવાની અદમ્‍ય ઇચ્‍છાઓ વ્‍યક્‍ત કરતા હતા જેથી સોમવારે રાત્રે ટ્રસ્‍ટ દ્વારાને ધ્‍યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. માતાજીના લાખો ભક્‍તોની લાગણી હતી કે મૂર્તિના ફોટા પાડવાની છુટ આપવામાં આવે એટલે માતા પ્રત્‍યે ભક્‍તો ની આસ્‍થા અને શ્રધ્‍ધાને ધ્‍યાન માં રાખી ને અગિયારસથી ફોટા તથા વીડિયોની છુટ આપવામાં આવી છે.ᅠ
દીવાળીના તહેવારો દરમ્‍યાન લાખો માઇભક્‍તો ઉમટશે
ગયા વર્ષે કોરોનાના કારણે દીવાળીના તહેવારો બધે સાવ ફીકકા ગયાં હતાં પણ આ વર્ષે દીવાળીથી લાભ પાંચમ સુધીમાં ચામુંડા માતાજીના દર્શને લાખો ભાવિકો ઉમટશે તેવું શહેરોમાં ખરીદી માટેની ભીડ જોતાં અને કોરોના હળવો થતાં જણાય રહ્યું છે.


 

(11:31 am IST)