Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દ્વારકાની અનુસુચિત જાતિ કલ્‍યાણની કચેરીને છાત્રાલય માટે મકાન ભાડે આપવા અરજી કરી શકાશે

દેવભૂમિ દ્વારકા,તા. ૩:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગના નાયબ નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર અનુસૂચિત જાતિ કલ્‍યાણ કચેરી - ખંભાળીયા ખાતે વર્ષ ૨૦૨૧-૨૨થી સરકારી કુમાર છાત્રાલય શરૂ કરવાનું છે. જે માટે અંદાજીત ૩,૦૦૦થી ૪,૦૦૦ ચો.ફુટ (જેમાં ૫૦ વિદ્યાર્થીને રહેવા, ભોજનાલય તથા ઓફીસ માટે અંદાજીત ૧૨ ઓરડા અને ૧ મોટો હોલ બાંધકામવાળું મકાન નિયમોનુસાર ફાયર સેફ્‌ટીની સુવિધા સાથે ખંભાળીયા તથા તેની આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભાડેથી જોઈએ છે.) મકાન માલિક કે સંસ્‍થા જેમને પોતાની વ્‍યક્‍તિગત માલિકીનું મકાન હોય, જેઓ પાસે ભાડે આપવાના મકાનના દસ્‍તાવેજ, ઈન્‍ડેક્ષ, બાંધકામની સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ રજાચિઠ્ઠી, મંજુર થયેલ પ્‍લાન, ટાઈટલ ક્‍લીયરના સર્ટીફીકેટ, નગરપાલિકા-ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભરાયેલ છેલ્લા વેરાની પહોંચ, છેલ્લું ભરાયેલ લાઈટ બીલ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલ તથા અપેક્ષિત માસિક મકાન ભાડાની રકમ સાથે ઉક્‍ત તમામ આધારો નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્‍યાણની કચેરી, જિલ્લા સેવા સદ્દન, ખંભાળીયા-દેવભૂમિ દ્વારકા ખાતે ફોન.નં ૦૨૮૩૩ ૨૩૪૬૦૨ને બંધ કવરમાં મોકલવાના રહેશે. બંધ કવર ઉપર મકાન ભાડાની અરજી એમ સ્‍પષ્ટ પણે ઉલ્લેખ કરવાનો રહેશે.
આ અંગે જરૂરી આધારો વગરની અરજી ધ્‍યાને લેવાશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.



 

(11:09 am IST)