Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જસદણની ગોવર્ધનનાથજીની હવેલીમાં નૂતન વર્ષે ભવ્‍ય અન્‍નકૂટ દર્શન યોજાયો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૩: સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજીની તથા શ્રી બાલકૃષ્‍ણ લાલજીની હવેલીમાં નૂતન વર્ષેનાં દિવસે ભવ્‍યતાથી અન્નકૂટ મહોત્‍સવનાં દર્શન યોજાશે.
જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સમાજ ટ્રસ્‍ટ સંચાલિતᅠ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતેᅠ તા. ૪-૧૧ ને ગુરૂવારે દીપાવલીના દિવસે રાત્રે ૮ થી ૯ હાટડીના દર્શન યોજાશે. જયારે તા. ૫-૧૧ ને શુક્રવારે નૂતન વર્ષના દિવસે સવારે ૮ થી ૯ ગોવર્ધન પૂજા તેમજ બપોરે ૧૨ થી ૧ દરમિયાન અન્નકૂટના ભવ્‍ય દર્શન યોજાશે. આ દર્શન દરમિયાન અનેકવિધ સામગ્રી મીઠાઈ સખડી, અનસખડી ભોગ દુધદ્યર, સૂકોમેવો, લિલોમેવો સહિતની અવનવી વાનગી ઠાકોરજીને ધરાવવામાં આવશે. મુખ્‍યાજી દ્યનશ્‍યામભાઈ જોશીᅠ અન્નકૂટ દર્શન બાદ આરતી કરશે. હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્‍ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્‍ટી ભરતભાઇᅠ જનાણી, ટ્રસ્‍ટી હસુભાઈ ગાંધી, ટ્રસ્‍ટી બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા તેમજ કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ અને સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા,ᅠ તેમજ ખાસ કાયમી આમંત્રિત ટ્રસ્‍ટી મંડળના અશોકભાઈ મહેતા, સંજયભાઈ સખિયા, ચંદુભાઈ ગોટી ઉમિયા વાળા, રમેશભાઈ ગોલ્‍ડન ચા, કિરીટભાઈ છાયાણી રાધેશ્‍યામ ડેરીવાળા તેમજ કમિટીના હરી હીરપરા પટેલ પ્રોવિઝન વાળા, હરીભાઈ છાયાણીᅠ ડેરીવાળા, અરવિંદભાઈ ઠુંમર સહિતનાં લોકોએᅠ દિપાવલી તેમજ નૂતન વર્ષના ખાસ દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.


 

(11:05 am IST)