Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ભાવનગરમાં આર્થિક ભીંસથી કંટાળીને યુવકનો આપઘાત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૩ : કુંભારવાડા માઢીયા રોડ ઉપર રહેતા સંજયભાઇ ભુપતભાઇ મેર ઉ.૩પ નામના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જઇ તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વ્હોરી લીધી હતી આ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ચોરી રેલ્વે મેડીકલ કોલોનીમાં રૂમ નં. ૪પમાં રહેતા રેલ્વેમાં નોકરી કરતા અશ્વીનગીરી બાબુગીરી ગોસ્વામી તેના પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે તેમાં બંધ મકાનમાં ત્રાટકી તાળા તોડી તસ્કરોએ કબાટમાંથી રોકડા રૂ. ૧ર હજાર તથા સોનાના દાગીના મળી કુલ રૂ.૧૩પ૦૦/- ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:09 am IST)