Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

લીમડી પંથકમાં વકરતો ડેન્ગ્યુનો રોગચાળો

વઢવાણઃ  લીમડી શહેરમાં વરસાદી પાણીના નિકાલના અભાવે  મચ્છરોના વધેલા ઉપદ્રવથી રોગચાળો ધીમે ધીમે માથું ઉંચકી રહ્યો છે. શહેરમાં આશરે ૪૦ અને ઝીંઝુવાડામા ર૦ થી વધુ ડેંગ્યુના શંકાસ્પદ દર્દીઓ જુદી જુદી  હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

મળતી વિગતો મુજબ લીમડીના  છાલીયાપરા, કર્મચારી નગર, સિધ્ધનાથ સોસાયટી, નાના-મોટો વાસ, ફિદાઇ બાગ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે લાગતા વળગતા તંત્રો રીતસરના વામણા સાબીત થયા હોય મચ્છરોનો ઉપદ્રવથી પ્રજા ત્રાસી ગઇ છે. અને તંત્રની ગંદકી દૂર કરવાની લાપરવાહીથી  અહીં ડેન્ગ્યુએ પગપેસરો કરી દીધો છે. ડેંગ્યુનો પોઝીટીવ રીપોર્ટ આવતા તંત્ર હરકતમા આવ્યાનું દેખાઇ છે.

(1:14 pm IST)