Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

મોરબીનજીક નદીમાં ડૂબેલા યુવાનનો ૩૬ કલાક બાદ મૃતદેહ મળ્યો

મોરબીના જુના ઘૂટું રોડ પરણી ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન નદીમાં ડૂબ્યા બાદ ફાયર ટીમે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે ગુરુવારે સાંજે ડૂબેલા યુવાનનો મૃતદેહ શનિવારે સવારે શોધવામાં ફાયર ટીમને સફળતા મળી હતી

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘૂટું રોડ પરણી ફેકટરીમાં કામ કરતો પરપ્રાંતીય શ્રમિક યુવાન નદીમાં ન્હાવા ગયા બાદ ડૂબી ગયો હતો અને બનાવની જાણ થતા ગુરુવારે સાંજથી ફાયર ટીમે સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ યુવાનનો પત્તો લાગ્યો ના હતો અને અંધકારને પગલે સર્ચ ઓપરેશન સ્થગિત કરાયું હતું તેમજ શુક્રવારે પણ યુવાનની કોઈ ભાળ મળી ના હતી અને આજે શનિવારે સવારથી મોરબી ફાયર ટીમના ડી ડી જાડેજા, વિનય ભટ્ટ, કાર્તિક ભટ્ટ, ધર્મેન્દ્ર ડાભી, વિજય ડાભી, રતિલાલભાઈ અને દિનેશ પડાયા સહિતની ટીમે યુવાનની શોધખોળ આદરી હતી અને યુવાન નદીમાં ડૂબ્યાના ૩૬ કલાક બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતક યુવાન  અવધેશ ચમાર (ઉ.વ.૨૪) રહે એમપી વાળો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:43 pm IST)