Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ગુજરાતમાં 'મહા'નો કહેર વર્તાવોનો શરુ : જામનગર, મોરબી, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ : દરિયો ગાંડોતૂર

નવસારીમાં દરિયા કાંઠે છાપરા ઉડી ગયા : ઉનામાં બોટે જળસમાધી લીધી

અમદાવાદ : ગુજરાતમાં ચક્રવાત 'મહા'નો કહેર વરતાવાનો શરૂ થઈ ગયો છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, સૌરાષ્ટ્રના તમામ કાંઠાના જિલ્લા તંત્રને પણ અલર્ટ કરાયુ છે.મહાની રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથમાં અસર પહોંચી છે.

 બીજીતરફ જામનગર, મોરબી, જૂનાગઢ, ભાગનગર, અમરેલીમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. દરિયો ગાંડોતૂર થયો છે. નવસારીમાં દરિયા કાંઠે છાપરા ઉડી ગયા છે જયારે  ઉનામાં બોટે જળસમાધી લીધી છે. રાજ્યભરમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે.

(2:02 pm IST)