Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

અગરિયાને પડ્યા પર પાટુ : ૨૦૦૦ જેટલા અગરિયાઓને રણમાંથી ઘરે પરત પહોંચ્યા

એકમ મહિનો રણમાં મોડા ગયા બાદ કમોસમી વરસાદથી મીઠાનું ઉત્પાદન ઘટશે

સુરેન્દ્રનગર : પાટડી તેમજ આજુબાજુના ગામોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ રણમાં પણ પડેલા વરસાદને લઈને તેમજ વાવઝોડાની આગાહી ને લઈને પાટડી ખાતે બોલાવાયેલી સંકલન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય.નીચાણવાળા વિસ્તારમાં મીઠું પકવી રહેલા ૨૦૦૦ જેટલા અગરિયાઓને રણમાંથી ઘરે આવી જવાની સૂચના અપાતા અગરિયાઓ ઘર તરફ ફર્યા છે 

  આ વર્ષે સપ્ટેમ્બર સુધી વરસાદ પડતા અગરિયાઓ એક મહિનો રણમાં મોડા ગયાં હતા. તેમાંય હાલ વરસાદ પડતા તેઓને મીઠાનું ઉત્પાદન ઘટશે તેઓની હાલત પડ્યા ઉપર પાટુ જેવી થઇ છે.

 
 
   
(8:04 pm IST)